રાજુલામાં  ‘શહીદ યે કરબલા’ મહેફિલે મહોરમનું ઠેર ઠેર શાનદાર આયોજન

1187

ઇસ્લામ ધર્મના મહાન પયગમ્બર અને અવલ આખિર નબી એવા (સ .અ .વ .)ના પ્યારા નવાસા યે ઇમામ હુસૈન અને ઇમામ હસન ત્થા ૭૨શહીદોની યાદમાં ઊજવાતો તહેવાર આટલે મહોરમ ઉલ હરમ નિમિતે રાજુલામાં ઠેક ઠેકાણે કે જ્યાં મુસ્લિમ વિસ્તારો આવેલા છે ત્યાં શાનદાર આયોજન જુદી જુદી કમેટીઑ દ્વારા કરવામાં આવ્યું છે.  નબીયે કરીમ (સ .અ .વ .)ના નવાસા અને ૭૨જાની સાર સાથીઓ કે જેમને પોતાના નાના જાનની ઉમ્મત અને ઇસ્લામ ધર્મ ને બચાવવા માટે થઈને મેદાને કરબલામાં દિવસ રાત ભૂખ્યા તરસ્યા રહીને શહીદી વ્હોરીને જેણે ઇસ્લામ ધર્મની શરતોનું પાલન કર્યું તે શોહદા યે કરબલાની યાદમાં રાજુલામાં આવેલ મુસ્લિમ વિસ્તાર જેવાકે ડોલીનો પટ બીડી કામદાર, તવકલ નગર, સલાટ વાડા સહિતના તમામ વિસ્તારો રોશનીથી શણગારીને તેમજ શબીલે હુસૈનમાં અવનવા રોજા (ફ્લોટસ )બનાવીને મૂકવા માં આવ્યા છે તેમજ દિવસ દરમિયાન માસૂમ બાળકોને શરબતો, દૂધ કોલ્ડ્રીંક સહિત નિયાજો તક્સીમ (વિતરણ) કરવામાં આવે છે અને મહિલાઓની મજલીસો કરવામાં આવે છે અને રાત્રિ દરમિયાન બહારના (મુકરીરો )મૌલાના ઑ દ્વારા મજલીસોમાં કરબલાના વાકિયાત બયાન કરવામાં આવી રહ્યા છે અને સલાતો સલામ પેશ કરીને સાંભળવામાં આવી રહ્યા છે અને બાદમાં નીયાજ તક્સીમ કરાય છે.  અને વિવિધ વિસ્તાર જેમકે મહંમદ અલી રોડ પર ગરીબ નવાજ ગ્રુપ,બીડી કામદારમાં રજા ગ્રુપ અને હુસેની કમેટી, ડોલી પટ વિસ્તાર હુસેની ગ્રુપ તેમજ તવકલ નગરનું તાજિયા ગ્રુપ સહિતના જુદા જુદા ગ્રુપના મેમ્બરો દિવસ રાત જહેમત ઉઠાવી રહ્યા છે ત્યારે આ પ્રોગ્રામોમાં ખાસ ઉપસ્થિત એવા પીર ઇકબાલ બાપુ, સાબિર બાપુ કાતર વાળા, જાકિર બાપુ, ભીખુ બાપુ, મહમદ ભાઈ ગાહા (ઓલ મુ .સ .પ્ર .)સહિત સમાજના અનેક આગેવાનોતેમજ સ્થાનિકો બહોળી સંખ્યા માં  ઉપસ્થિત રહે છે.

Previous articleપુત્રી જન્મની ખુશીમાં રપ વૃક્ષોનું વૃક્ષારોપણ
Next articleતળાજામાં ઈસોરા ગામે રક્તદાન શિબિર