અલંગ મરીન પોલીસ સ્ટાફે વાડી વિસ્તારમાં જુગાર રમતા ત્રણ ઈસમોને રોકડ રૂપિયા સાથે ઝડપી લીધા છે. જ્યારે પોલીસ રેડ દરમ્યાન બે શખ્સો નાસી છુટતા પોલીસે પાંચેય વિરૂધ્ધ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
અલંગ મરીન પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ. એસ.એન. ચુડાસમા, અલંગ મરીન પોલીસ સ્ટાફનાં માણસો એ.એસ.આઇ બી.જી.ધાંધલ્યા, હેડ કોન્સ. ગીરધરભાઇ સરવૈયા, પો.કોન્સ. રણજીતસિહ પરમાર, પો. કોન્સ. હીંમતભાઇ સરવૈયા, પો.કોન્સ. ચેતનભાઇ મેર, પો.કોન્સ. હિતેશભાઇ પરમાર, અલંગ પો.સ્ટે.ના પો.કોન્સ જગદિશભાઇ સોલંકી, પો.કોન્સ નીકુલભાઇ મહેરા, પો.કોન્સ પોપટભાઇ શીયાળનાઓએ પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં. તે દરમ્યાન બાતમી આધારે અલંગ વાડી વિસ્તારમા ૩ ઇસમો ગંજી પતાના પાનાથી તીનપતી નો હારજીતનો જુગાર રમતા ભરતભાઇ નાજાભાઇ મકવાણા જાતે. કોળી ઉવ.૨૮ રહે. અલંગ, રાજુભાઇ રાઘવભાઇ જાબુચા જાતે. કોળી ઉવ. ૨૫ રહે. અલંગ, હાર્દીકસિંહ ઉર્ફે કાનો, વનરાજસિંહ ગોહીલ જાતે. ક્ષત્રિય ઉવ. ૨૪ રહે. અલંગ રોકડ રુ ૩૦૪૫૦/- ની મતા સાથે પકડાઇ જતા તેમજ બે ઇસમો બુધાભાઇ સડુભાઇ દિહોરા રહે. અલંગ અને યુવરાજસિંહ નોઘુભા ગોહીલ રહે. અલંગ નાસી છુટ્યા હતા. પોલીસે પાંચેય શખ્સો વિરૂધ્ધ જુગારધારાની કલમો મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.