દાઠા તાબેના ઝાઝમેર ગામનો શખ્સ સગીરાને ભગાડી ગયાની પોલીસમાં ફરિયાદ નોંધાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત વિગત મુજબ દાઠા તાબેના ઝાંઝમેર ગામે રહેતો કિરણ મનાભાઈ ગોહિલ ગામમાં રહેતી ૧પ વર્ષ અને ૬ માસની ઉંમર ધરાવતી સગીરાને લલચાવી ફોસલાવી બદકામ કરવાના ઈરાદે ભગાડી ગયાની સગીરાના પરિવારજનોએ દાઠા પોલીસમાં ફરિયાદ આપતા પોલીસે પોસ્કો સહિતની કલમો મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.