ભાદરવીના મેળામાં ભવ્ય સુશોભિત રથો સાથેના સંઘો અને પદયાત્રિકોનો અવિરત પ્રવાહ

2186

ગાંધીનગરના માર્ગો સહિત અરવલ્લી ગીરીમાળાઓ વચ્ચેથી પસાર થતા માર્ગો પર અંબાજી જતા પદયાત્રિકોનો માનવ પ્રવાહ અવિરત વહી રહયો છે. આરાસુર ચોકમાં બીરાજતા મા અંબાના ચરણે શીશ નમાવી ધન્ય થવા પગપાળે જઈ રહેલા માઈભક્તોથી અરવલ્લી જિલ્લાના માર્ગો ઉભરાઈ રહયા છે.

બોલ માડી અંબે જય જય અંબે ના ગગનભેદી જયઘોષ સાથે માર્ગો પરથી પસાર થતા ભવ્ય રથો સહિતના સંઘોથી ચારેતરફ નું વાતાવરણ શક્તિ ઉપાસનાથી મહેંકી રહયું છે. ભાદરવા પૂનમના અંબાજી મેળામાં જોડાવા અને જગત જનની મા અંબા- જગદંબાના ચરણે શીશ નમાવવા છોટા ઉદેપુર, કવાટ, રાજપીપળા, દાહોદ, બોડેલી સહિતના દૂરદૂર ના પંથકોમાંથી માતાજી ના ધામ અંબાજી જતાં પદયાત્રિકો અરવલ્લી જિલ્લામાંથી હરખભેર પસાર થઈ રહયા છે.

અંબાજી તરફ ના તમામ માર્ગો માતાજીની મૂર્તિ સહિતના ભવ્ય રથો સાથે ના સંઘો અને પદયાત્રિકો થી ઉભરાઈ રહયા છે.

નાના ભૂલકાઓને સાડીમાંથી બનાવેલ જોલીયાથી માંડી દિવ્યાંગો ને વ્હીલચેર માં બેસાડી સૌ અંબાજી ની વાટે નીકળ્યા છે. બાલ, અબાલ સૌ માઈભક્તો ને મન બસ અંબાજી ના ચાચર ચોકમાં બીરાજતાં જગતજનની મા અંબા ના ચરણે શીશ નમાવવાની નેમ છે અને હરખ જુસ્સાભેર બોલ માડી અંબે જય જય અંબે ના ના જયઘોષ સાથે લાખ્ખો પદયાત્રિકો રાત-દિવસ જિલ્લામાંથી સતત પસાર થઈ રહયા છે.

છેલ્લા ૧૮ વર્ષથી અંબાજી જત મોડાસાનો આદ્યશક્તિ પદયાત્રિકો નો સંઘ મંગળવારે નગરમાંથી રવાના થયો ત્યારે નગરજનોએ આ માઈભક્તો ને ભાવભેર વિદાય આપી હતી.

Previous articleબાપુ કોલેજમાં ડીપ્રેશન એન્ડ સુસાઈડથી બચવા માટેનો કેમ્પ યોજાયો
Next articleહવે સાથે નહીં રાખવા પડે ડ્રાઇવિંગ લાઈસન્સ અને R.C બુક