ગુજરાતના વાહનચાલકો માટે એક સારા સમાચાર મળી રહ્યા છે. હવેથી વાહનચાલકોને સાથે ડ્રાઈવિંગ લાયસન્સ અને આરસી બુક સાથે રાખવાની જરૂર નહીં રહે, હવેથી DG લોકરમાં રાખેલા પુરાવાને ટ્રાફિક પોલીસે માન્ય રાખવા પડશે. હવેથી તમને રસ્તા પર ટ્રાફિક પોલીસ રોકશે તો દંડ ભરવો નહીં પડે.
આ મામલે રાજ્યના વાહનવ્યવહાર કમિશ્નરે એક પરિપત્ર બહાર પાડ્યો છે. રાજ્યના વાહનવ્યવહાર કમિશ્નરે બહાર પાડેલા પરિપત્ર પ્રમાણે હવેથી વાહનચાલકો R.C બુક અને ડ્રાઇવિંગ લાયસન્સની અસલી નકલ સાથે રાખવાને બદલે ડીજી લોકરમાં પણ રાખી શકશે. DG લોકરમાં રાખેલા દસ્તાવેજોને માન્ય ગણવામાં આવશે.
તમને જણાવી દઈએ કે, હાલમાં ટ્રાફિક પોલીસ જ્યારે તમને રસ્તા પર રોકે ત્યારે તમારે અસલી દસ્તાવેજો રજૂ કરવા પડે છે. પરંતુ હવેથી આવું નહીં થાય. વાહનવ્યવહારના આ પરિપત્ર પ્રમાણે જો વાહન માલિક કે વાહન હંકારનાર દ્વારા ગુનો આચરવામાં આવે અને તેના દસ્તાવેજ કબજે લેવાની જરૂરિયાત ઉભી થાય તેવા કિસ્સામાં એન્ફોર્સમેન્ટ એજન્સી આ દસ્તાવેજ VAHAN/ SARATHI ડેટાબેઝ પરથી ઇલેક્ટ્રોનિક સ્વરૂપમાં મેળવી શકાશે.