૧પ વર્ષ પહેલા ટ્રેન ચલાવવા માટે પેસેન્જર ગાડી માટે પાંચ ગામો જેવા કે ભેરાઈ, ભચાદર, રામપરા, ઉચૈયા, કડીયાળીના ખેડૂતોની જમીન સુરેન્દ્રનગર-પીપાવાવ બોડગેજ લાઈનમાં સંપાદન કરવામાં આવેલ અને મામુલી વળતર ૧પ વર્ષ પહેલા ૧ હપ્તો વાંધા સાથે સ્વીકારેલ અને આ કોઈ સરકારી લાઈન નથી. આતો પ્રાઈવેટ ભારતની સૌપ્રથમ લાઈન નાખવામાં આવેલ છે. જે રેલ્વે લાઈન પી.આર.સી.એલ. દ્વારા નાખવામાં આવેલ હોવા છતા આ લાઈનમાં સરકારી લાઈન હોય તેવી રીતે ખેડૂતોની સાથે વર્તન કરવામાં આવી રહ્યું છે અને આ રેલ્વે લાઈન પીપાવાવ દ્વારા ખાનગી કંપનીએ લાઈન નાખી રેલ્વે પેસેન્જરને બદલે પ્રાઈવેટ મહાકાય કંપનીઓના ભાર વાહક માલ-સામાન જે કરોડો રૂપિયાની આવક કરે છે અને ૧ર મહિને સાડા બાર કરોડનો આ રેલ્વે લાઈન કરે છે તેમ રામપરાના આગેવાન જીકારભાઈએ પુરી જાણકારી મેળવેલ. ખેડૂતોને તેના હક્કની જમીનનું પુરેપુરૂ વળતર એટલે હાલમાં ભાવનગર-સોમનાથ ફોરટ્રક રોડ બને છે અને તેમાં તમામ ખેડૂતોને વળતર ચુકવવાનું ચાલુ જ છે તેવી રીતે જ વળતર રેલ્વે લાઈન ચુકવે નહીં તો આના પડઘા આવનાર ચૂંટણીમાં પડશે અને પાંચ ગામના ખેડૂતો મતનો બહિષ્કાર કરશે તેવી ચિમકી ભેરાઈ સરપંચ બાઉભાઈ, ભચાદર સરપંચ તખુભાઈ, ઉચૈયા સરપંચ પ્રતાપભાઈ, રામપરા સરપંચ સનાભાઈ વાઘ, કડીયાળી સરપંચ મગનભાઈ બલદાણીયા, ભુપતભાઈ બારૈયા, હરસુરભાઈ રામ ભેરાઈ, લખમણભાઈ રામ ભેરાઈ, રામભાઈ રામ ભેરાઈ, નાથાભાઈ રામ, રામપરાના જીકારભાઈ યાદવ, લખમણભાઈ વાઘ, લાલાભાઈ બાઘાભાઈ વાઘ, ઉચૈયા મધુભાઈ ધાખડા, તખુભાઈ દડુભાઈ ધાખડા સાથે બક્ષીપંચ રાજ્ય ઉપપ્રમુખ અંબરીશભાઈ ડેર સાથે મામલતદાર એચ.આર. કોરડીયાને આવેદનપત્ર અપાયું હતું.