ગોવાની પ્રસિધ્ધ આર્ટગેલેરી કલાક અકાદમી ખાતે તા. પ-૬-૭ જાન્યુ-ર૦૧૮ ફોટો અને ચિત્રનું પ્રદર્શન યોજાયું છે. આ પ્રદર્શનમાં ગુજરાતના ૩૯ જેટલા યુવા યુવતિઓ ભાગ લીધો છે. આ પ્રદર્શનમાં મુળીના તરવૈયા વાઈડલાઈફ ફોટોગ્રાફર અનિરૂધ્ધસિંહ પરમારના ૪ ફોટોગ્રાફસ મુકવામાં આવ્યા છે. આ પ્રદર્શન ગોવાના પોલીસ અધિક્ષક કાર્તિક કશ્યપના હસ્તે ખુલ્લુ મુકવામાં આવ્યું હતું. અનિરૂધ્ધસિંહ દ્વારા પ્રથમવાર ગુજરાત બહાર ગોવામાં પ્રદર્શન યોજાતા સુરેન્દ્રનગર જિલ્લાનું ગૌરવ વધારેલ છે.