શહેરના ખેડુતવાસ વિસ્તારમાં રહેતા આધેડ આજરોજ વિસ્તારના રહિશો સાથે નિષ્કલંક મહાદેવના દરિયે ગણેશ વિસર્જન કરવા ગયા હતા ત્યાં દરિયામાં ન્હાવા પડતા અચાનક ડુબી જતાં સ્થાનિક લોકોએ બહાર કાઢી કોળીયાક દવાખાને સારવાર અર્થે ખસેડાયા હતાં. જયાં ફરજ પરના તબીબે તપાસી મૃત જાહેર કર્યા હતાં.
બનાવ મળતી વિગત મુજબ શહેરના ખેડુતવાસ વિસ્તારમાં રહેતા નાનજીભાઈ ગોરધનભાઈ રાઠોડ (ઉ.વ.૪પ) પરિવાર અને કુટુંબીજનો સાથે નિષ્કલંક મહાદેવની દરિયે ગણેશ વિસર્જન કરવા ગયા હતાં. ત્યાં દરિયાના પાણીમાં ગરકાવ થઈ જતાં નાનજીભાઈ રાઠોડનું મોત નિપજવા પામ્યું હતું. બનાવ અંગે ભાવનગર મરીન પોલીસે અકસ્માતે મોતની નોંધ કરી વધુ તપાસ એલ.બી. ચૌહાણે હાથ ધરી છે.