ઓરિસ્સા અને આંધ્રપ્રદેશમાં આગામી ૧૨ કલાકમાં વાડાઝોડું ત્રાટકશે

889

ભારતીય હવામાન વિભાગે ઓરિસ્સા અને આંધ્રપ્રદેશમાં આગામી ૧૨ કલાકમાં વાવાઝોડાની આગાહી કરી છે. હવામાન વિભાગે એક નિવેદનમાં જણાવ્યું કે, બંગાળની ખાડીમાં એક વરસાદી સિસ્ટમ સક્રિય બની છે અને તે વાવાઝોડામાં પરિવર્તિત થશે. આગામી ૧૨ કલાકમાં આ વાવાઝોડું ઓરિસ્સા અને આંધ્રપ્રદેશનાં દરિયા કાંઠે ત્રાટકશે. આ વાવાઝોડું ઓરિસ્સાનાં દરિયાકાંઠેથી ૩૦૦ કિલો મીટર અંદર દરિયામાં અને ૩૧૦ કિલોમીટર આંધ્રપ્રદેશના દરિયાકાંઠેથી અંદર દરિયામાં સર્જાયું છે. અને આ વાવાઝોડું આગળ વધી રહ્યું છે.

આગામી કલ્લાકોમાં આ વાવાઝોડાની તિવ્રતા વધશે અને દરિયાકાંઠે ત્રાટકશે. દરિયાકાંઠે પહોંચશે ત્યારે તેની ગતિ પ્રતિ કલાક ૬૦-૭૦ કિ.મી હશે.

હવામાન વિભાગે ઓસ્સા અને આંધ્રપ્રદેશનાં કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી પણ કરી છે. ઓરિસ્સા અને આંધ્રપ્રદેશનાં દરિયાકાંઠે રહેતા લોકો અને માછીમારોને સાવધ કરવામાં આવ્યા છે અને દરિયો ન ખેડવા માટે સૂચનાઓ આપવામાં આવી છે. આ વાવાઝોડાને કારણે આંધ્રપ્રદેશનાં વિશાખાપટ્ટનમ, વિઝાનગરમ અને શ્રીકકુલમ અને ઓરિસ્સાના ખુરદા, ગજપતિ, ગંજમ, પુરી વગેરે વિસ્તારોમાં નુકસાન થાય તેવી ભીતિ સેવાઇ રહી છે.

ભારેથી અતિભારે વરસાદ અને વાવાઝોડાની આગાહીને પગલે સરકારી તંત્રને સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યું છે અને લોકોને સલામતીના સ્થળે ખસેડવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.

Previous articleનાની બચતની યોજનાઓ ઉપર વ્યાજદરમાં ૦.૪%નો વધારો
Next articleવિમાનમાં પ્રવાસીઓના નાક, કાનથી લોહી નિકળવા લાગ્યા