વરતેજ પોલીસ સ્ટેશન મુકામે પીએસઆઈ જાડેજાના પ્રમુખ સ્થાને મહોરમ તેમજ નવરાત્રીના દિવસો દરમ્યાન કોમી-એખલાસ અને શાંતી જળવાઈ રહે. લોક જાગૃતીના અભિગમ જળવાઈ રહેના ભાગરૂપે વરતેજ પોલીસ સ્ટેશન નીચેના ગ્રામ્ય વીસ્તારના અગ્રણીઓ વરતેજ સરપંચ તેમજ જયરાજસિંહ પદુભા ગોહિલ, માવજીભાઈ સોલંકી, રજાકભાઈ હાજીભાઈ, અબ્દુલભાઈ મમાણી, રૂપેન્દ્રસિંહ ભગતા, જીતુભાઈ મોરી, ફિરોજ ડેરૈયા વિવિધ અગ્રણીઓ ખુબ જ મોટી સંખ્યામાં હાજર રહેલ હાલ નવ નિયુકત વરતેજ પોલીસવડા જાડેજાએ લોક સહયોગ અને કાયદો અને વ્યવસ્થા જાળવા અપીલ કરી હતી.