ગઢડામા જળજીલણી એકાદશી ના દિવસે નીકળતી ઠાકોરજી ની જળયાત્રા ૧૧ મા વર્ષ પણ બંધ રહી હતી જળયાત્રા નો રસ્તો બીએપીએસ સંસ્થા દ્વારા બંધ કરી દેવામાં આવતા ઠાકોરજી ની જળયાત્રા સવામીનારાયણ મંદિર દ્વારા ૧૧ વર્ષ થી બંધ રાખવામાં આવી હતી જયારે હજારો ભકતોમા દુખની લાગણી જોવા મળી હતી
જળજીલણી એકાદશી ના દિવસે સ્વામીનારાયણ ભગવાને સોનાની પાલખી મા ઢોલ નગારા સાથે વાજતે ગાજતે ઠાકોરજીને ગઢડામા આવેલ ઘેલો નદીમાં જલ આહાર કરાવતા હતા ત્યારથી ગઢડામા જળજીલણી એકાદશી ના દિવસે લાખો હરિભકતો ની હાજરીમાં વાજતે ગાજતે ઠાકોરજીની પાલખી યાત્રા નીકળતી અને પવિત્ર ઘેલો નદીમાં નૌકા વિહાર કરાવતા અને ત્યાર બાદ લોક મેળાનો પ્રારંભ થતો હતો
ગઢડામા જે રસ્તા પરથી ઠાકોરજી ની જળયાત્રા પસાર થતી હતી તે રસ્તો ૨૦૦૭ મા ગઢડા બીએપીએસ મંદિર દ્વારા નગરપાલિકા પાસેથી જાહેર રસ્તો વેચાતો લઈ ઠાકોરજી ની જળયાત્રા રુટ પર દિવાલ બનાવી દેતા વિવાદ સર્જાયો હતો અને હરિભકતો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું અને દિવાલ કાડ સજાયો હતો હાલ આ મામલો સુપ્રીમ કોર્ટે છે જેને લઈ ગઢડા બીએપીએસ સંસ્થા દ્વારા બંધ કરાયેલ રસ્તો ખુલ્લો ન કરે ત્યાં સુધી ઠાકોરજીની જળયાત્રા છેલ્લા ૧૧ વર્ષ થી બંધ કરવામા આવી છે અને સવામીનારાયણ મંદિરના ગરભ ગૂરુહ મા ઠાકોરજીની પાલખીની પૂજા અર્ચના કરી પાલખી મુકી દેવામાં આવી છે આમ ૨૦૦ વર્ષ જુની પરંપરા તુટે છે ત્યારે સંતો અને હરિભકતો પણ નારાજ જણાઈ રહ્યા છે .