ગુજરાત રાજયના મંત્રી અને પુર્વ ધારાસભ્ય સોલંકી બંધુઓ મુંબઈની ચાલીમાં રહે છે !

1113

ભાવનગરના ધારાસભ્ય મંત્રી એવા પરસોતમભાઇ સોલંકી અને રાજુલાના  પૂર્વ ધારાસભ્ય હીરાભાઈ સોલંકી મુંબઈની ચાલીમાં રહે છે આ અનોખી  સાદગી ૧૮૨ ધારાસભ્યો માં પ્રથમ  આવી સાદગી જોવા મળી છે ભાવનગર  માં રાજુલા માં બંગલા હોવા છતાં વતન મુંબઈ માં ૫૦૦ ઝૂંપડપટ્ટીની ચાલીમાં  રહે છે થોડા પૈસા થાય તો પણ આપણે સુવિધાઓ ભોગવવા તટપર હોઈએ છીએ પણ  અહીં અલગ સાદગી  જોવા મળી છે રાજ્યના મંત્રી અને ધારાસભ્ય હોવા છતાં મુંબઈની ચાલી માં રહેતા પરસોતમભાઇ સોલંકી અને હીરાભાઈ સોલન્કીગુજરાત રાજ્યના મંત્રી પરસોતમભાઇ સોલંકી અને રાજુલાના પૂર્વ ધારાસભ્ય હીરાભાઈ સોલંકી મુંબઈની ચાલી માં રહે છે આજે રાજુલા જાફરાબાદના લોકોએ પ્રત્યક્ષ નિહાળ્યું કરોડો અબજો રૂપિયાની સંપત્તિ હોવા છતાં બાપદાદાની ઓધવજીભાઈ સોલંકી ચાલીમાં ૧૦ બાય ૧૦ ની ઓરડીમાં રહે છે આ બાબતે પૂર્વ ધારાસભ્ય હીરાભાઈ સોલંકીએ જણાવ્યું હતું કે મેં અહીં ૫ રૂપિયામાં બાચકાની મજૂરી કરી છે માથે વજન ઉપાડ્યો છે આજરોજ રાજુલાના વેપારીઓ બકુલભાઈ વોરા ભરતભાઈ મહેતા ખગડાભાઇ હિરેનભાઈ સોની અમરુભાઈ બારોટ જયારે ઘરે પહોંચ્યા ત્યારે બધા દંગ રહી ગયા દરેક સુખ દુઃખમાં ચાલીના રહીશો સાથે રહે છે.

Previous articleગઢડા સ્વામીનારાયણ મંદિરે જળજલણી એકાદશી ઉજવાઈ
Next articleવલભીપુર ખાતે ગણેશોત્સવની ઠેર-ઠેર ભવ્ય ઉજવણી કરાઈ