ભાવનગરમાં સ્વાઈનફલુનો તરખાટ ર૪ કલાકમાં કુલ ૩ વ્યકિતઓના મોત પ વ્યકિત સારવાર હેઠળ

1368

ગંભીર જીવલેણ એવા સ્વાઈન ફલુના રોગએ ફરિ એકવાર માથુ ઉચકતા માત્ર ચોવીસ કલાકના સમયમાં એક સગીર એક વૃધ્ધા તથા મહિલા સહિત કુલ ૩ વ્યકિતઓના મોત નિપજતા લોકોમાં ભયનો માહોલ છવાયો છે.

ભાવનગર શહેર જીલ્લા તથા બોટાદ જીલ્લામાં સ્વાઈનફલુના રોગએ એકાએક દેખા દેતા જિલ્લા આરોગ્ય વિભાગ તથા લોકો દોડતા થયા છે. ભાવનગર શહેરના ખાનગી તથા ખાનગી હોસ્પિટલમાં છેલ્લા ર૪ કલાક દરમ્યાન ૧ સગીર તથા એક વૃધ્ધા તથા મહિલા મળી કુલ ૩ વ્યકિતઓએ સારવાર દરમ્યાન દમ તોડતા ભારે દહેશતનો માહોલ જોવા મળી રહ્યો છે. ગઈકાલે તળાજા તાલુકાના મથાવડા ગામના કિશોરનું સર.ટી. હોસ્પિટલમાં સારવાર દરમ્યાન મોત નિપજયા બાદ આજે સવારે બજરંગદાસ બાપા આરોગ્ય ધામમાં  સ્વાઈનફલુની સારવાર લઈ રહેલ બોટાદની મહિલાએ અંતિમ શ્વાસ લીધા હતાં. જયારે સાંજના સમયે સર.ટી. હોસ્પિટલમાં સવારે દાખલ કરવામાં આવેલ વલભીપુરની એક વૃધધાનું સારવાર દરમ્યાન મોત નિપજતા માત્ર ર૪ કલાકમાં ૩ વ્યકિતઓને સ્વાઈન ફલુ ભરખી ગયો છે. આ ઉપરાંત ખાનગી હોસ્પિટલમાં ર તથા સુત્રોના જણાવ્યા મુજબ સર.ટી. હોસ્પિટલમાં ૩ મળી કુલ પ દર્દીઓને સ્વાઈનફલુની સઘન સારવાર આપવામાં આવી રહી છે.તથા ૩ શંકાસ્પદ લક્ષણો ધેરાવતા દર્દીઓના રીપોર્ટ પરીક્ષણ અર્થે અમદાવાદ મોકલવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. તથા એક યુવતીને પ દિવસની સઘન સારવાર બાદ તબીયત સુધારા પર જણાતા તેણીને હોસ્પિટલમાંથી ડીસ્ચાર્જ આપવામાં આવી હતી.

Previous articleશહેરમાં ૩પ જેટલા તાજીયા પડમાં આવ્યા
Next articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે