વર્ષો બાદ પણ પાલિતાણાના રામ સોસાયટીમાં પ્રાથમિક સુવિધાનો અભાવ જેમાં રોડ, રસ્તા, પાણી અને ગટરો સ્ટ્રીટલાઈટના પ્રશ્નોનું નિરાકરણના આટલા બધા વૃષ થયા છતા પણ નિરાકરણ ન આવતા આ વીસ્તારના રહીશોએ બેનરો લગાવ્યા છે. વિસ્તારના રહિશો રોષે ભરાયા છે. ભાજપના નેતાઓએ અહીં આગામી વિધાનસભાની ચૂંટણીમાં પ્રચાર કરવા કે સભા કરવા આવવુ નહીં હાલ પાલિતાણા નગરપાલિકામાં ભાજપનું શાસન છે જો નગરપાલિકાના પ્રમુખના વોર્ડમાં જ કામ ન થાય તો ગામના બિજા વિસ્તારોમાં કામ કયાંથી થાય તેવુ ત્યાના રહિશો દ્વારા રોષ વ્યકત કરાયો હતો.