ગોવાની ૧૦ મસ્જિદમાંથી બોલાવવામાં આવેલાં મૌલાનાઓએ મુખ્યમંત્રી મનોહર પારિકરના સારા સ્વાસ્થ્ય માટે ભાજપ ઓફિસમાં કુરાન ખવાની કરવામાં આવી. આ મુસ્લિમ રીત રિવાજોની સાથે થનાર કુરાનનો પાઠ છે. પારિકરની તબિયત ફરી બગડતાં તેમને દિલ્હીની એઇમ્સમાં દાખલ કરવામાં આવ્યાં છે.
૬૨ વર્ષના પારિકરને સતત કથળતા સ્વાસ્થ્યને લઈને ૧૫ સપ્ટેમ્બરે છૈૈંંસ્જીમાં દાખલ કરવામાં આવ્યાં હતા. જ્યાં તેમનો એડવાન્સ પેન્ક્રિયાટિક કેન્સરનો ઈલાજ કરવામાં આવી રહ્યો છે.
ગોવા ભાજપ અલ્પસંખ્યક મોર્ટાના અધ્યક્ષ શેખ જિનાએ કહ્યું- અમે ગોવાના અનેક મૌલાનાઓને કુરાન ખવાનીની અપીલ કરી, જેનાથી અલ્લાહની રહેમ નજર રહેશે. અમે પારિકર જલદીથી સ્વસ્થ થઈ જાય તેની દુઆઓ કરી રહ્યાં છે.
જિનાએ કહ્યું- પારિકરે અમારા સમાજ સાથે જોડાયેલાં અનેક મુદ્દાઓનું સમાધાન કર્યું છે. ગોવાને હજ યાત્રા માટે શરૂઆતી પોઈન્ટ બનાવવાનું હોય કે હજ હાઉસનું નિર્માણ તેઓએ હંમેશા આ અંગે કામ કર્યું છે.
મનોહર પારિકરના સારા સ્વાસ્થ્ય માટે ભાજપ ઓફિસમાં કુરાન ખવાની કરવામાં આવી.