બુધવારના રોજ સાંજે રબ્બર ફેકટરી પાસે મોડેસ્ટના મેહુલભાઈના સૌજન્યથી ગ્રીનસીટી દ્વારા વધુ રપ વૃક્ષોનું વૃક્ષારોપણ મેહુલભાઈના પિતા વામનભાઈ પટેલ તથા માતુ રસીલાબેન પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. આમ કુલ ઘોઘાસર્કલથી માધવદર્શન સુધીના ડીવાઈડરમાં ગ્રીનસીટી દ્વારા ૧રપ હનુમાન ચંપાના વૃક્ષોનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે. આ વૃક્ષારોપણ પ્રસંગે ગ્રીનસીટીના દેવેનભાઈ શેઠ, અચ્યુતભાઈ મહેતા, મેઘા જોશી, ઝેક ઝાલા, અર્જુનભાઈ મવાણી, કેવલ પંડયા, અલકાબેન મહેતા વિગેરે સભ્યો હાજર રહ્યા હતાં.