તારક મહેતા કા ઉલ્ટા ચશ્માંની સોસાયટી, કલાકારો સાથે રાજુલા-જાફરાબાદના લોકોએ મુલાકાત લીધી

1236

રાજુલા-જાફરાબાદના લોકો આગેવાનો દ્વારા લોકપ્રિય સિરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સિરિયલની સોસાયટી તેમજ કલાકારોની મુલાકાત લીધી હતી. રાજુલા ટીંબી નાગેશ્રી જાફરાબાદના લોકો જોડાયા હતા. રાજુલાના આગેવાનો જેઠાલાલ, સોઢી, નટુકાકા, ટપુડો, અબ્દુલ, ઐયર સહિતના કલાકારો સાથે અવારનવાર રાજુલા આવતા હીરાભાઈ સોલંકી સહિતના આગેવાનોએ મુલાકાત લીધી હતી.

રાજુલાના પૂર્વ ધારાસભ્ય હીરાભાઈ સોલંકીના ફોનથી રાજુલા-જાફરાબાદના લોકો આગેવાનોને વ્યસ્ત શુટીંગ વચ્ચે પણ મુલાકાત આપી હતી. જેમાં જાફરાબાદના આગેવાનો, વેપારીઓને હીરાભાઈના સચીવ પપ્પુભાઈ દ્વારા ચેમ્બર ઓફ કોમર્સના બકુલભાઈ, ભરતભાઈ શેઠ, હીરાભાઈ સોની, પુંજાબાપુ, ગૌશાળાના કાર્યકરો તેમજ પ્રેસ પ્રતિનિધિઓ અમરૂભાઈ બારોટ, દુષ્યંત ભટ્ટ સહિતને હીરાભાઈ સોલંકીના સ્વખર્ચે મુંબઈ દર્શન કરાવી રાજુલા-જાફરાબાદ વિસ્તાર પ્રત્યે ધારાસભ્ય ન હોવા છતાં અદ્દભૂત લાગણીની ચોથી તરફ પ્રસંશા થઈ રહી છે.

Previous articleસિહોરમાં તાજીયાના ઝુલુસ નિકળ્યા
Next articleઆશુરા નિમિત્તે ગઢડામાં નાસ્તાનું વિતરણ