સિહોર તાલુકાનાં ખાંભા ગામે ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીના વિરોધમાં પોષ્ટરો લાગતા ચકચાર મચી જવા પામી છે. ગ્રામ્ય પંથકમાં રાજકીય માહોલ ગરમાવા પામ્યોે છે. સિહોેર તાલુકાના ખાંભા ગામે ગત મોડીરાત્રીના ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ ગામમાં પ્રવેશ કરવો નહી અને ગૌચર જમીનના ચોરોએ ગામમાં પ્રવેશ કરવો નહી તેવા બેનરો લાગતા ચકચાર મચી જવા પામી છે. છેલ્લા કેટલાક સમયથી બુધેલ જમીન પ્રકરણે વિવાદ વકર્યો છે ત્યારે આ વિવાદે હવે ગ્રામ્ય પંથકમાં પણ પગ પેસારો કર્યો છે. જેમાં ખાંભા ગામે ગામમાં પ્રવેશવું નહી તેવા પોષ્ટરો લાગતા ચકચાર મચી જવા પામી છે. ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે આની કેવી ઈફેક્ટ પડે તે જોવું રહ્યું.