સાંબા સેક્ટરમાં યુદ્ધવિરામનો ભંગ, ફાયરિંગ અને મોર્ટારમારો

1011

જમ્મુ-કાશ્મીરના સાંબા જિલ્લામાં પાકિસ્તાને ફરી એક વખત યુદ્ધવિરામ (સીઝફાયર)નો ભંગ કરીને ભારતીય સુરક્ષાદળોની પોસ્ટ પર ફાયરિંગ કર્યું છે. પાકિસ્તાન તરફથી ગુરુવારે રાતે વધુ એક વખત સાંબાના રામગઢ સેક્ટરમાં બોર્ડર સિક્યોરિટી ફોર્સ (બીએસએફ)ની ચોકીઓ પર ભારે ગોળીબાર કરવામાં આવ્યો છે.ભારતીય સુરક્ષાદળોએ પણ પાકિસ્તાનની આ ‘નાપાક’ હરકતનો જડબાતોડ જવાબ આપતાં સામું ફાયરિંગ શરૂ કરી દીધું છે. સુરક્ષાદળોનાં સૂત્રોના જણાવ્યા અનુસાર પાકિસ્તાનના સૈનિકોએ સાંબા જિલ્લાના રામગઢમાં ઓટોમેટિક હથિયારોથી ફાયરિંગ શરૂ કર્યું હતું.

આ ઉપરાંત રામગઢ સેક્ટરના સરહદી વિસ્તારોમાં ૧ર૦ એમએમ અને ૧૮ર એમએમના મોર્ટારથી પણ હુમલો કરવામાં આવ્યો છે. પાકિસ્તાને યુદ્ધવિરામનો ભંગ કરી ઓચિંતો હુમલો કરતાં સમગ્ર સાંબા સેક્ટરમાં ભારે તણાવની પરિસ્થિતિ ઊભી થઈ છે.

Previous articleબંગાળમાં વ્યાપક હિંસા ભડકી : બેના મોત થયા
Next articleઅરવિંદ કેજરીવાલે બીએસએફના શહિદ જવાન નરેન્દ્રના પરિવારને ૧ કરોડની સહાય કરી