કોવાયા ગામે પ્રા. શાળામાં વિજ્ઞાન મેળો યોજાયો

808

રાજુલાના કોવાયા ગામે આવેલ પ્રાથમિક શાળા ખાતે વિજ્ઞાન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આસપાસના અનેક ગામોની શાળાના બાળકો જોડાયા હતા.

અલ્ટ્રાટેક સિમેન્ટ લિ. ગુજરાત સિમેન્ટ વર્કસ અને કોર્પોરેટ સોશ્યલ રિસ્પોસીબીલીટીના સંયુક્ત ઉપક્રમે કોવાયા ગામે આવેલ પ્રાથમિક શાળામાં બાળ વિજ્ઞાન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં લોઠપુર, વારાહ સ્વરૂપ તથા ભાંકોદર ગામની શાળામાં અભ્યાસ કરતા બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ વિજ્ઞાન મેળામાં સહયોગી ગ્રુપના હોદ્દેદારોએ ઉપસ્થિત રહી બાળકોની કૃતિઓ નિહાળી તેને બિરદાવી પ્રોત્સાહિત કર્યા હતા. આ કાર્યક્રમમાં મોટીસંખ્યામાં શિક્ષકગણ જાગૃત ગ્રામજનો સહિતનાઓ ઉપસ્થિત રહ્યાં હતા.

Previous articleઅમદાવાદમાં તોફાની પવન સાથે ભારે વરસાદ
Next articleબોટાદના રાણપુરમાં મહોરમ પર્વની ઉજવણી