તળાજા-મહુવા હાઈવે પર આવેલ બોરડા ગામ નજીક વહેલી સવારે પસાર થઈ રહેલ ટ્રક અચાનક સળગી ઉઠતા ગ્રામજનો અને તળાજા ફાયર સ્ટાફે સળગતા ટ્રકને ઓલવ્યો હતો.
પ્રાપ્ત વિગત મુજબ, તળાજા-મહુવા હાઈવે પર બોરડા ગામ પાસેથી પસાર થઈ રહેલા ટ્રકમાં આગનો બનાવ બનતા ગ્રામજનો દ્વારા ગામના સ્મશાનની મોટર ચાલુ કરી પાણીનો મારો કર્યો હતો. જ્યારે તળાજા ફાયર સ્ટાફ દોડી જઈ સળગતા ટ્રકને ઓલવી નાખ્યો હતો. બનાવની જાણ થતા દાઠા પોલીસ સ્ટાફ દોડી જઈ ટ્રાફીક વ્યવસ્થા સંભાળી હતી. વહેલી સવારે બનાવ બનતા ગ્રામજનો એકઠા થયા હતા અને સળગતા ટ્રકને ઓલવવામાં મદદે રહ્યાં હતા.