૧૦ પૈકી ૭ કંપનીઓની મૂડી ૮૯૭૭૯ કરોડ ઘટી ગઇ છે

1257

શેરબજારમાં છેલ્લા સપ્તાહના ગાળા દરમિયાન સેન્સેક્સની ટોચની ૧૦ કંપનીઓ પૈકી સાત કંપનીઓની માર્કેટ મૂડીમાં છેલ્લા સપ્તાહમાં કુલ ૮૯૭૭૯.૬૭ કરોડ રૂપિયાનો સંયુક્ત રીતે ઘટાડો થયો છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીની માર્કેટ મૂડીમાં સૌથી વધુ ઘટાડો આ ગાળામાં થયો છે. છેલ્લા સપ્તાહમાં મુંબઈ શેરબજારમાં સેન્સેક્સ ૧૨૪૯ પોઈન્ટ એટલે કે ૩.૨૮ ટકા ઘટીને ૩૬૮૪૧ની સપાટી પર રહ્યો હતો. ત્રણ કંપનીઓની માર્કેટ મૂડીમાં વધારો થયો હતો. જેમાં ટીસીએસ, એચડીએફસી બેન્ક અને ઓનએનજીસીનો સમાવેશ થાય છે. બાકીની સાત કંપનીઓની માર્કેટ મૂડીમાં ઉલ્લેખનિય રીતે ઘટાડો થયો છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની માર્કેટ મૂડીમાં ૨૨૫૩૦.૮૯ કરોડ રૂપિયાનો ઘટાડો થતા તેની માર્કેટ મૂડી ઘટીને ૭૭૧૨૯૩.૧૧ કરોડ થઈ ગઈ છે. ત્યારબાદ એસબીઆઈની માર્કેટ મૂડીમાં ૧૮૧૬૧.૫૧ કરોડ રૂપિયા ઘટીને ૨૪૧૦૦૮.૪૯ કરોડ રહી ગઈ છે. મારૂતી સુઝીકી અને એચડીએફસીની માર્કેટ મૂડીમાં ક્રમશઃ ૧૭૯૨૨.૨૩ કરોડ અને ૧૩૫૨૪.૫૬ કરોડ રૂપિયાનો ઘટાડો થયો છે. ઈન્ફોસીસની માર્કેટ મૂડી ઘટીને ૩૦૮૫૩૮.૮૯ કરોડ થઈ ગઈ છે. આઈટીસીની માર્કેટ મૂડી ૩૧૭૮.૯૮ કરોડ ઘટીને ૩૭૧૫૨૭.૦૨ કરોડ થઈ ગઈ છે. હિન્દુસ્તાન યુનિલીવરની માર્કેટ મૂડીમાં પણ આ ગાળા દરમિયાન ઘટાડો થયો છે. ટીસીએસની માર્કેટ મૂડી ૧૫૫૦૬.૬૫ કરોડ રૂપિયા વધીને ૮૦૫૪૫૫.૬૫ કરોડ થઈ ગઈ છે. માર્કેટ મૂડીની દ્રષ્ટીએ ટોચની ૧૦ કંપનીઓ પૈકીની ટીસીએસની માર્કેટ મૂડી સૌથી વધારે છે. ત્યારબાદ આરઆઈએલ બીજા સ્થાને છે. શેરબજારના છેલ્લા સપ્તાહના ગાળા દરમિયાન ભારે અફડાતફડી રહી હતી. સેન્સેક્સમાં ૩.૨૮ ટકાનો ઘટાડો રહ્યો હતો. સેન્સેક્સમાં ૧૨૪૯ પોઈન્ટનો ઉલ્લેખનિય ઘટાડો થયો હતો. હવે આવતીકાલથી શરૂ થતા નવા કારોબારી સેશનમાં ટોચની કંપનીઓ વચ્ચે માર્કેટ મૂડીને લઈને જોરદાર સ્પર્ધા જામે તેવા સંકેત છે.

માર્કેટ મૂડીમાં વધારો

છેલ્લા સપ્તાહના ગાળા દરમિયાન ટોચની ૧૦ કંપનીઓ પૈકીની ત્રણ કંપનીઓની માર્કેટ મૂડી વધી છે. ત્રણ કંપનીઓની માર્કેટ મૂડીમાં વધારો થયો છે. વધારાની વાત કરવામાં આવે તો આંકડો ખુબ જ ઉલ્લેખનીયરીતે ઘટ્યો છે.

કંપની    માર્કેટ મૂડીમાં વધારો         કુલ માર્કેટ મૂડી

ટીસીએસ              ૧૫૫૦૬.૬૫       ૮૦૫૪૫૫.૬૫

ઓએનજીસી        ૯૨૪૦.૫૭           ૨૩૧૧૨૬.૩૭

એચડીએફસી બેંક              ૬૦૯૫.૬૭           ૫૩૪૫૩૦.૬૭

નોંધ : તમામ આંકડા કરોડમાં છે.

માર્કેટ મૂડીમાં ઘટાડો

૧૦ મોસ્ટ વેલ્યુડ કંપનીઓ પૈકીની સાત કંપનીઓની માર્કેટ મૂડીમાં સંયુક્ત રીતે ઉલ્લેખનીય ઘટાડો થયો છે.  મુકેશ અંબાણીના નેતૃત્વમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીની માર્કેટ મૂડીમાં સૌથી વધુ ઘટાડો થયો છે. જે કંપનીઓની માર્કેટ મૂડીમાં આ ગાળા દરમિયાન ઉલ્લેખનિય રીતે ઘટાડો થયો છે તેમાં એસબીઆઈનો પણ સમાવેશ થાય છે. કઈ કંપનીની મૂડી ઘટી છે તે નીચે મુબ છે.

કંપની    માર્કેટ મૂડીમાં ઘટાડો          કુલ માર્કેટ મૂડી

આરઆઈએલ     ૨૨૫૩૦.૮૯       ૭૭૧૨૯૩.૧૧

એસબીઆઈ         ૧૮૧૬૧.૫૧       ૨૪૧૦૦૮.૪૯

મારૂતી સુઝુકી       ૧૭૯૨૨.૨૩       ૨૪૨૮૫૮.૭૭

એચડીએફસી      ૧૩૫૨૪.૫૬       ૩૧૦૭૮૪.૪૪

ઈન્ફોસિસ              ૧૨૬૪૧.૧૧       ૩૦૮૫૩૮.૫૯

આઈટીસી             ૩૧૭૮.૯૫           ૩૭૧૫૨૭.૦૨

હિન્દુસ્તાન યુનિલિવર       ૧૮૩૭.૩૯           ૩૫૧૦૨૯.૬૧

નોંધ : તમામ આંકડા કરોડમાં છે.

Previous articleવ્યાજદરમાં વધુ વધારો થઈ શકે : નિષ્ણાતોનો અભિપ્રાય
Next article‘રૂદાલી’ અને ‘દમન’ જેવી ફિલ્મો આપનાર ડાયરેક્ટર કલ્પના લાઝમી ૬૨ વર્ષની વયે નું નિધન