થોડી સેક્સિસ્ટ વિચારધારા હજી પણ છે : નંદિતા દાસ

1109

ફિલ્મોને પોતાનુ પ્રોફેશન નહીં પણ શોખ માનતી નંદિતા દાસ નિર્દેશક તરીકે પોતાની પ્રથમ ફિલ્મ ‘ફિરાક’ના ૧૦ વર્ષ બાદ હવે ‘મંટો’ ફિલ્મને લઈને પરત ફરી છે. નંદિતાએ ‘મંટો’ ફિલ્મના પ્રમોશન દરમિયાન કેટલાક પ્રશ્નો અંગે જવાબો આપ્યા.

‘ફિરાક’ના ૧૦ વર્ષ બાદ હવે ‘મંટો’ આ ૧૦ વર્ષમાં મહિલા ડારેક્ટરને લઈને ઈન્ડસ્ટ્રીની વિચારધારામાં શું બદલાવ આવ્યો છે?  તેના પ્રશ્નના જવાબ અંગે નંદિતાએ જણાવ્યુ કે, થોડી સેક્સિસ્ટ વિચારધારા હજી પણ છે. એવા સવાલ થાય છે કે ‘મંટો’ પર કેમ ફિલ્મ બને છે? સોશિયો પોલિટિકલ છે. તમે કંઈક હળવુ બનાવો. રીલેશનશિપ પર બનાવો અથવા મહિલાઓના મુદ્દાઓ પર ફિલ્મ બનાવો.

આ ઉપરાંત અન્ય એક પ્રશ્નના જવાબમાં નંદિતાએ જણાવ્યુ કે, હું ક્યારેય ન તો પ્રોફેશનલ અભિનેત્રી રહી છું, ન પ્રોફેશનલ ડાયરેક્ટર. કલાકાર તરીકે પણ મેં ૪૦ ફિલ્મો કરી છે, જેમાંથી માંડ તમે પાંચ નામ જણાવી શકશો. કારણકે મેં અલગ અલગ ભાષાઓમાં ફિલ્મો કરી છે.

Previous article‘રૂદાલી’ અને ‘દમન’ જેવી ફિલ્મો આપનાર ડાયરેક્ટર કલ્પના લાઝમી ૬૨ વર્ષની વયે નું નિધન
Next articleદર્શકો મારી ફિલ્મ જોઈને નારાજ થાય તો મારી બેચેની વધી જાય છે : રોહિત શેટ્ટી