ખેલરત્ન એવોર્ડ માટે કોહલીની પસંદગી માપદંડોને આધારે કરાઈ

1095

દેશના  સ્ટાર રેસલર બજરંગ પુનિયાની જગ્યાએ ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીને દેશનાં સૌથી પ્રતિષ્ઠિત સ્પોટ્‌ર્સ એવોર્ડ ‘રાજીવ ગાંધી ખેલ રત્ન પુરસ્કાર’ આપવાને લઈ વિવાદ ચાલી રહ્યો હતો. ત્યારે હવે સ્પોટ્‌ર્સ મિનિસ્ટ્રી દ્વારા આ વિવાદ અંગે પોતાની સ્પષ્ટતા કરી છે.

રમત ગમત મંત્રાલય દ્વારા વિરાટ કોહલીએ આપવામાં આવનારા સર્વોચ્ચ સન્માન અહે જણાવતા કહ્યું, “આ ખેલ રત્ન એવોર્ડ માટેની પસંદગીની પક્રિયાના માપદંડો સ્પષ્ટ કરવા માટે સોશિયલ મીડિયાનો સહારો લેવામાં આવ્યો છે અને સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે, અલગ – અલગ માપદંડો દ્વારા વિભિન્ન રમતોમાં નિર્ણય કરવામાં આવે છે.

રમત ગમત મંત્રાલય દ્વારા ટિ્‌વટર પાર જણાવવામાં આવ્યું છે કે, “પોઈન્ટ સિસ્ટમનો ઉપયોગ કોઈ જુદી જુદી રમતોનું પ્રતિનિધિત્વ કરનારા ખેલાડીઓ માટે નહિ પરંતુ, રમતોમાં ખેલાડીઓનું અંતર બતાવવા માટે કરવામાં આવે છે.

વિરાટ કોહલી અંગે જણાવતા તેઓ દ્વારા કહેવામાં આવ્યું, “ભારતીય કેપ્ટન કોહલી ૈંઝ્રઝ્ર રેન્કિંગના ૩ ફોર્મેટમાંથી બેમાં ટોપ પર છે, જયારે મીરાબાઈ ચાનું વર્તમાનમાં ઓલમ્પિક રમતોમાં એકમાત્ર ભારતીય વિશ્વ ચેમ્પિયન ખેલાડી છે. આ માપદંડોના આધાર પર બંને ખેલાડીઓને આ પુરસ્કાર આપવામાં આવી રહ્યો છે.

જો કે રમત ગમત મંત્રાલય દ્વારા વિરાટ કોહલી અને મીરાબાઈ ચાનુના નામ પાર અંતિમ મહોર મારવામાં આવી છે, ત્યારે હવે ૨૫ સપ્ટેમ્બરના રોજ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્વારા આ સર્વોચ્ચ સન્માન આપવામાં આવશે.

Previous articleએશિયન ટીમ સ્નૂકરમાં પાક. સામે હારતાં ભારતને સિલ્વર
Next articleલેવર કપ : ફેડરર અને યોકોવિચની જોડીનો સોક-એન્ડરસન સામે પરાજય