શહેરમાં ઠેરઠેર બિરાજીત વિદ્યહર્તાને દસ દિવસ પૂજા અર્ચના કરી આવતા વર્ષે ફરીથી પધારવાનું કહી પ્રેમથી લોકોએ વિશર્જીત કર્યા હતા.
જો કે વિસર્જન માટે તંત્રએ પૂરી કાળજી અને વ્યવસ્થા ઉભી કરી હોવાથી ખાસ કોઈ અનિશ્ચનિય બનાવ બનવા પામ્યો ન હતો.
કરાઈ ખાતે તંત્ર દ્વારા વિસર્જીત નહી કરવાની અગાઉથી સુચના આપેલ હતી જેથી ત્યાં બનતી દુર્ઘટના ટાળી શકાઈ હતી. નિયત સ્થળે જ નિયત માણસો દ્વારા જ વિસર્જીત કરતાં આનંદથી ગણપતી વિસર્જનનો પ્રસંગ પુરો થયો હતો.