ભારત સરકાર દ્વારા ગ્રામ સ્વરાજ અભિયાન અંતર્ગત આયુષમાન ભારત – પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (ઁસ્-ત્નછરૂ) તા.૨૩ મી સપ્ટેમ્બર, ૨૦૧૮ ના રોજથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે રાંચી, ઝારખંડ ખાતેથી સમગ્ર દેશમાં થનારા શુભારંભ અંતર્ગત આ દિવસે સાબરકાંઠામાં મેડીકલ કોલેજ ખાતે યોજાયો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે, આયુષમાન ભારત-પ્રધાનમંત્રી આરોગ્ય જન (ઁસ્-ત્નછરૂ) યોજના અંતર્ગત ગુજરાતના ૪૪ લાખથી વધુ પરિવારના ૨.૨૫ કરોડ નાગરિકોને સામાન્ય બિમારીથી માંડીને ગંભીર બિમારી સહિત તમામ પ્રકારની સારવાર-ઓપરેશન વગેરે ૧૦૦ ટકા સરકારી ખર્ચે ગરીબ અને મધ્યમ વર્ગના નાગરિકો માટેની પરિવાર દીઠ વાર્ષિક રૂા. ૫ લાખ સુધીની સારવાર સુવિધા ઉપલબ્ધ થશે. જેનો સબરકાંઠા જિલ્લાના નાગરિકોને આ યોજનાનો લાભ મળશે.
આ કાર્યક્રમમાં સાબરકાંઠાના સંસદસભ્ય દિપસિંહ રાઠોડ,પ્રાંતિજના ધારાસભ્ય ગેજેન્દ્રસિંહ પરમાર, ઇડરના ધારાસભ્ય હિતુ કનોડીયા અને જિલ્લા કલેક્ટર પ્રવિણા ડી.કે. અને જિલ્લા વિકાસ અધિકારી સ્તુતી ચારણ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ઉપસ્થિત રહયા હતા.