ભાવનગર યુનિવર્સિટીના શારિરીક શિક્ષણ વિભાગ દ્વારા આંતર કોલેજ યોગ સ્પર્ધામાં ભાવનગર યુનિવર્સિટીની સંલગ્ન અને સંચાલિત વિવિધ કોલેજોની બહેનોની ટીમોએ યુનિ. ગ્રાઉન્ડ ખાતે ભાગ લીધો હતો. જેમાં નંદકુંવરબા મહિલા કોલેજની યોગની ટીમે તેમની હરિફ ટીમને ઉત્કૃષ્ઠ પ્રદર્શન કરી ફાઈનલમાં પરાજીત કરીને સતત બીજા વર્ષે ચેમ્પીયનશીપ મેળવી હતી. નંદકુંવરબા મહિલા કોલેજે આ સ્પર્ધામાં સમગ્ર યુનિવર્સિટીમાં ચેમ્પિયન બની કોલેજનું ગૌરવ વધાર્યુ હતું. ભાવનગર યુનિવર્સીટીમાં યોગ સ્પર્ધામાં સમગ્ર યુનિવર્સિટીમાં ચેમ્પીયનશીપ પ્રાપ્ત કરવા બદલ કોલેજના મેનેજીંગ ટ્રસ્ટી ભરતસિંહ ગોહિલ અને ડાયરેકટર રવિન્દ્રસિંહ સરવૈયાએ શુભેચ્છા પાઠવેલ.