કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પીએમ મોદી પર રાફેલ ડીલ અંગે જોરદાર પ્રહાર કર્યા છે અને કહ્યું છે કે દેશનો ચોકીદાર ચોર છે. ત્યારપછી રક્ષામંત્રી નિર્મલા સીતારમન ઘ્વારા રાહુલ ગાંધી પર પ્રહાર કરવામાં આવ્યા છે. રક્ષામંત્રી ઘ્વારા પીએમ માટે અપશબ્દ ઉપયોગ કરવા બદલ રાહુલ ગાંધી પર હુમલો કરતા જણાવ્યું કે રાહુલ ગાંધીનું આખું ખાનદાન ચોર છે.
નિર્મલા સીતારમન ઘ્વારા જણાવવામાં આવ્યું કે કોંગ્રેસ પાર્ટી સતાની બહાર આવતાની સાથે જ પોતાનો વિવેક ગુમાવી બેઠી છે.નિર્મલા સીતારમન ઘ્વારા ટવિટ કરીને રાહુલ ગાંધી પર પ્રહાર કરવામાં આવ્યો છે. તેમને શહેરી આવાસ રાજ્ય મંત્રી હરદીપ સિંહ પુરીના ટવિટને રિટવિટ કરીને રાહુલ ગાંધી પર નિશાનો સાધ્યો હતો. આ ટવિટમાં તેમને લખ્યું કે જયારે ૧૯૪૮ દરમિયાન જયારે નહેરુ પીએમ હતા ત્યારે જીપ ઘોટાળો થયો. ઇન્દિરા ગાંધીના સમયે ચૂંટણી ઘોટાળો, રાજીવ ગાંધીના સમયમાં બોફોર્સ ઘોટાળો અને યુપીએ સરકારમાં તો ઘોટાળાની લાઈન લાગી ગયી. ગાંધી પરિવાર હંમેશાથી પોતાના પરિવારના વિકાસ પર ધ્યાન આપતો આવ્યો છે.
આ દરમિયાન ભાજપના બધા જ નેતાઓ ઘ્વારા રાહુલ ગાંધી પર પ્રહાર કરવામાં આવ્યો. રાજ્યવર્ધનસિંહ રાઠોડ ઘ્વારા જણાવવામાં આવ્યું કે સત્ય રાહુલ ગાંધીના પક્ષમાં નથી. તેમની પાસે મર્યાદાની આશા કરવી ખુબ જ મુશ્કિલ છે. તેમની યોગ્યતા ફક્ત તેમની સરનેમ છે, તેમનો આખો પરિવાર ઘોટાળામાં શામિલ રહ્યો છે, પરંતુ તેઓ દેશના સૌથી ઈમાનદાર પ્રધાનમંત્રી પર ઘોટાળાનો આરોપ લગાવી રહ્યા છે.