પેટ્રોલ-ડીઝલને સસ્તુ કરવા માટે GST થયો નક્કી

1004

તેલની ઉંચી કિંમતો વચ્ચે બિહારના ઉપમુખ્યમંત્રી અને જીએસટી પર મંત્રીસમૂહના ચેરપર્સન સુશીલ કુમાર મોદીએ કહ્યું હતું કે પેટ્રો-ઉત્પાદનો પર જીએસટીના દર નક્કી કરવામાં આવ્યા છે. માત્ર, જીએસટીના દર લાગુ કરવાની તારીખની જાહેરાત કરવાની બાકી છે. તેમણે કહ્યું કે જીએસટી કાઉન્સિલની બેઠક 28 સપ્ટેમ્બરે થશે પરંતુ આ બેઠકમાં પેટ્રોલને જીએસટીમાં લાવવા પર કોઇ ચર્ચા કરવામાં આવશે નહીં. આ સરકારને નક્કી કરવાનું છે કે તેઓ ક્યારે પેટ્રોલ-ડીઝલ પર જીએસટી દર લાગુ કરે છે.

ટાઇમ્સ ઓફ ઇન્ડિયાના સમાચાર અનુસાર મોદીએ કહ્યું હતું કે, રાજ્યો અને કેન્દ્ર સરકારનો ફોકસ અત્યારે રાજસ્વ વધારવા પર છે. પેટ્રોલ-ડીઝલ પર જીએસટી લાગુ કરવાની તારીખ પછી નક્કી કરવામાં આવશે. મોદીએ કહ્યું હતું કે, લોકોને ભ્રમ છે કે પેટ્રોલ અને ડીઝલ જીએસટીમાં આવવાથી સસ્તા થશે. પરંતુ એવું કઇ થવા જઇ રહ્યું નથી. કેમકે પેટ્રોલ-ડીઝલ જીએસટીમાં આવ્યા પછી પણ કેન્દ્ર અને રાજ્ય સરકાર શું ટેક્સ લગાવશે, તે નક્કી નથી. હાલની ટેક્સ વ્યવસ્થામાં જીએસટી સાથે અન્ય ટેક્સ લગાવવામાં આવી રહ્યાં છે. આવું વૈશ્વિક સ્તર પર થઇ રહ્યું છે. તમામ દેશ જીએસટીની સાથે અન્ય ટેકસ પણ લગાવી રહ્યા છે. અત્યારે રાજ્ય અને કેન્દ્ર મળીને પેટ્રોલ-ડીઝલ પર 50 ટકા ટેક્સ લગાવે છે.

 
મોદીના મંત્રીસમૂહની 10મી બેઠક પછી જણાવ્યું હતું કે 18 કંપનીઓના નાના વેપારીઓ માટે એકીકૃત એકાઉન્ટિંગ સોફ્ટવેરનો વિકાસ કરવા માટે પસંદ કરવામાં આવ્યું છે. આ સોફ્ટવેર દ્વારા નાના વેપારીઓ જીએસટી રિટર્ન સરળતાથી ભરી શકશે. કાઉન્સિલે ઇ-કોમર્સ કંપનિઓને હવે જીએસટી અંતર્ગત આપૂર્તિકતાઓને કરવામાં આવેલા કોઇપણ ચૂકવણી પર 1 ટકા ટીસીએસ લેવવાની જરૂર થશે. રાજ્ય પણ સ્ટેટ જીએસટી (એસજીએસટી) કાયદાના અંતર્ગત એક ટકા ટીસીએસ લાગી શકે છે.

Previous articleઅફઘાનિસ્તાનમાં મોર્ટારમાં અચાનક વિસ્ફોટ થતાં આઠ બાળકોના મોત
Next articleશું આ જ છે આપણી શ્રદ્ધા?