માણસાના અલુવા ગામની સીમમાંથી વિદેશી દારુ પકડાયો

1930
gandhi3112017-1.jpg

ગાંધીનગરમાં જિલ્લામાં ગેરકાયદેસર રીતે પરપ્રાતમાંથી લાવવામાં આવતા દારૂની હેરાફેરી અટકાવવા પોલીસ અધિક્ષકની સૂચના મુજબ એસઓજી તેમજ સ્ટાફના માણસોએ બાતમી મેળવી મોજે અલુવા ગામની સીમમાં આવેલા અલુવા હિલ્સ ખાતે આવેલ ફાર્મ હાઉસ નં. બી – ૧૬ ખાતે રેઈડ કરી દારુની મહેફીલ માણતા અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારુની કુલ ર૭૪ નંગ બોટલ તથા ર૦ નંગ બિયર કિં. રૂ. ૭ર,ર૦૦/- તથા બે મોબાઈલ ફોન કિ.રૂ. પપ૦૦/- મળી કુલ મુદામાલ કિં. રૂ. ૭૭,૭૦૦/- નો કબજે કરી આરોપી સુરેન્દ્રસિંહ ઉર્ફે સુરો છત્રસિંહ રાઠોડ, માધવસિંહ ઉર્ફે લાલો મંગલસિંહ રાઠોડ, શ્રીકાંતભાઈ વિજયભાઈ જાની, ભૂપેન્દ્રસિંહ ઉર્ફે લાલભાઈ પ્રવિણસિંહ વાઘેલા, શૈલેષસિંહ મહેન્દ્રસિંહ રાણા, માધાભાઈ ઉર્ફે માધો પસાભાઈ પટેલ વિરૂધ્ધ કલોલ તાલુકા પો.સ્ટે. માં ગુન્હો રજીસ્ટર કરાવી ગાંધીનગર એસઓજી દ્વારા વધે તપાસ હાથ ધરવામાં આવેલ છે. 

Previous article હાર્દિકનું આંદોલન પ્રાઇવેટ બની ગયાનો આક્ષેપ
Next articleઅડાલજની વાવની મુલાકાત લેતા જાપાનના હ્યોગો પ્રાન્તના ગર્વનર તોશીઝોઇડો સહિત ૪૫ સભ્યોનું પ્રતિનિધિ મંડળ