શહેરના ચિત્રા વિસ્તારમાં આવેલી રાધેશ્યામ રેસીડેન્સી ખાતે ગણેશો મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સોસાયટીના રહીશો દ્વારા દરરોજ પુજન, આરતી, થાલ સહિતનું આયોજન કરાયેલ મહોત્સવને સફળ બનાવવા મોહનભાઈ, મોહનદાદા, ધૃપદભાઈ, વિજયભાઈ રાઠોડ, રમેશભાઈ ખુમાણ, લાલજીભાઈ બારૈયા, હરેશભાઈ, ભરતભાઈ, સંધુભાઈ, મહેન્દ્રભાઈ ગોહિલ સહિત સોસાયટીના રહીશોએ જહેમત ઉઠાવી હતી.