કુંડાના દરિયામાં ગુમ થયેલ યુવાનની લાશ મળી આવી

1172

રવિવારેબ પોરે ઘોઘા નજીકના કુડા ગામે સમુદ્ર વિસર્જન દરમ્યાન દરિયામાં ડુબી ગુમ થયેલ યુવાનની લાશ આજે સવારે મળી આવી છે.

શહેરના ઘોઘા રોડ પર આવેલ મારૂતિનગર વીસ્તારમાંથી કેટલાક યુવાનો ઘોઘા તાબેના કુડા ગામે આવેલ સમુદ્રના ગણપતિ વિસર્જન માટે ગયેલ જયાં ત્રણ યુવાનો ઉંડા પાણીમાં તણાયા હતાં. જે પૈકી બે વ્યકિતઓને બચાવી લેવાયા હતાં. જયારે ઘોઘા રોડ ગૌશાળા વિસ્તારમાં આવેલ ચકુ તલાવડી પાસે રહેતા તુલસી નારણભાઈ મકવાણા (ઉ.વ.ર૭) વાળો ઉંડા પાણીમાં ગુમ થયો હતો. જેનો પત્તો મેળવવા મરીન પોલીસ તથા સાગર તટરક્ષક દળ અને તરવૈયાઓએ ભારે મહેનત આદરી હતી. પરંતુ તેનો કોઈ પત્તો લાગ્યો ન હતો. આજે સવારે ઓટના સમયે કુડાથી ઘોઘા તરફના સાગર તટ કિનારે ડુબી ગયેલ યુવાનની લાશ મળી આવતા પોલીસે મૃતદેહનો કબ્જો મેળવી પી.એમ. અર્થે મોકલી વધુ તપાસ હાથ ધરી છે.

Previous articleવિદ્યાર્થીનીઓને વિનામુલ્યે સેનેટરી પેડ વિતરણનો કાર્યક્રમ યોજાયો
Next articleરૂા.સાડા બાર લાખના ખર્ચે નવી ઓટોમેટીક શરૂ કરાયેલી લીફટ