ભાવનગર શહેરનો સમસ્યા રૂપ બનેલો કંસારાના સમગ્ર વિસ્તારનો રૂા.૧૦ કરોડ ઉપરાંતના ખર્ચે આખા પ્રોજેકટનો હાલમાં સ્વે તૈયાર થઈ રહ્યો છે.
કંસારા વિસ્તારનો આ સર્વે ૪૦૦ ફુટ પહોંળાઈ અને ૧૧ કિલો મીટરમાં કરાય રહ્યો છે તેમ મહાનગર સેવા સદન ખાતે સીટી એન્જીનીયર ચંદારાણાએ એક વાતચીતમાં જણાવ્યું હતુ. લોક સંસાર દૈનિકના અમારા પ્રતિનિધી ભુપત દાઠીયા સાથેની કંસારા પ્રોજેકટ મુદ્દે મહત્વપુર્ણ બાબતની વિગત આપતા ચંદારાણાએ જણાવ્યું હતુ કે, આ સમગ્ર કંસારા વિતારનો સ્વે થયા બાદ તેનો અહેવાલ આવશે તેનો અભ્યાસ થશે અને આ પછી આ રીપોર્ટ ડેવલોપમેન્ટ માટે ડીપીઆર તૈયારર કરીને સરકારમાં પણ મોકલવામાં આવશે.
આ સર્વેનો રીપોર્ટ ટુંક સમયમાં આવે તેવો સંભવ છે તેમ જણાવતા ચંદારાણાએ આ અંગે વધુમાં જણાવ્યુ કે, આ સર્વેમાં જમીનનું તળ જમીન અંગેની કેટલીક બાબતો તેમાં આ જગ્યા પર પાણી ગટરની વાત કેટલી માત્રા વાળી છે તેને અટકાવી શકાય કે કેમ આમ હાઈ ટેકનોલોજીનો સર્વે અને તેમાં ફલ્ડ સમયે પાણી આવે તેની સ્થિતી, જમીનનું તળ કેનાલ બાંધકામ આ જગ્યાની માટી પરીક્ષણ પણ કરાશે. આમ કંસારા વિસ્તારનો સેવા સદન દ્વારા થતા સર્વેની કેટલીક ટુંકી વાતો તેમણે જણાવી હતી. આ સર્વે પણ લગભગ વહેલી તકે પુર્ણ થાય તે માટે તંત્ર પણ ગતિવધી પર ધ્યાન કેન્દ્રીત કરી રહી છે. ભાવનગર શહેરનો વર્ષો જુનો કંસારા વિસ્તારનો આ પ્રશ્ન સમસ્યા રૂપ ઉભો ત્યારે સેવા સદન દ્વારા આ કંસારાના સમગ્ર પ્રોજેકટનો સર્વે અને તેની કેટલીક કાર્યવાહી સંબંધેનો સીટી એન્જીનીયરએ વિગતે ખ્યાલ આપ્યો હતો.