ઘોઘા રોડ પોલીસ મથકમાં છ વર્ષ પુર્વે ૭પ લાખના હિરાની છેતરપીંડીના ગુનામાં ફરાર શખ્સને એલસીબી ટીમે શિવાજી સર્કલ પાસેથી ઝડપી લઈ ધોરણસર કાર્યવાહી કરી હતી.
ભાવનગર,એલ.સી.બી. સ્ટાફનાં માણસો શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં.તે દરમ્યાન હેડ કોન્સ. કલ્યાણસિંહ જાડેજા તથા પો.કો. ચિંતનભાઇ મકવાણાને બાતમીરાહે હકિકત મળેલ કે, ઘોઘા રોડ પો.સ્ટે. ંઇ.પી.કો. કલમઃ-૪૦૬,૪૨૦ વિગેરે મુજબનાં ગુન્હાનાં કામે નાસતાં-ફરતાં આરોપી હિરાભાઇ જીણાભાઇ શિવાજી સર્કલમાં ઉભેલ છે.તેણે ભુરો લાઇનીંગવાળો શર્ટ તથા લીલા કલર જેવું પેન્ટ પહેરેલ છે.જે બાતમી આધારે બાતમીવાળી જગ્યાએ આવતાં હિરાભાઇ જીણાભાઇ ભડીયાદરા ઉ.વ.૫૭ રહે.મુળ-ઇંગોરાળા તા.ઉમરાળા જી.ભાવનગર હાલ-રૂમ નં.એફ/૬૦૨,ગુ.હા.બોર્ડ,ગણેશ રેસીડન્સી, અમરોલી, સુરતવાળો હાજર મળી આવેલ. તેની પુછપરછ કરતાં ઉપરોકત ગુન્હામાં અટક કરવાનો બાકી હોવાનું જણાવેલ.જેથી તેનાં વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરી તેને ઘોઘા રોડ પોલીસ સ્ટેશન સોંપી આપવામાં આવેલ છે.