ભાવનગર એસઓજી ટીમે પૂર્વ બાતમી આધારે ભરતનગર રીંગરોડ પરથી એક શખ્સને દેશી તમંચા સાથે ઝડપી લીધો છે.
ભાવનગર જીલ્લાના પોલીસ અધિક્ષક પી.એલ.માલે આગામી વિધાનસભા ચુંટણી શાંતીપુર્ણ અને ભયમુક્ત માહોલમાં યોજાય તે માટે જીલ્લામાં ગેરકાયદેસર ફાયર આર્મ્સ રાખતા ઇસમોને ઝડપી પાડવા ખાસ ઝુંબેશ હાથ ધરેલ. જે સુચન આધારે એસ.ઓ.જી.ના નવ નિયુક્ત ઇન્ચાર્જ પોલીસ ઇન્સ. ડી.ડી.પરમારના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી. પોલીસ સ્ટાફના પોલીસ કોન્સ. સોહિલભાઇ ચોકીયાને મળેલ હકિકત આધારે કોમેલ ઉર્ફે રેહાન દિવાન સતારભાઇ ફકિર (બેલીમ) ઉ.વ.૨૬ રહે. પ્રભુદાસ તળાવ, હવા મસ્જીદ પાસે, ઇબ્રાહીમ મસ્જીદ પાછળ મફતનગર શેરી નંબર ૯ ભાવનગરવાળાને ભરતનગર રીંગરોડ મઢુલી ઢાબા પાસેથી એક ગેરકાયદેસરની દેશી બનાવટના તમંચા સાથે ઝડપી પાડી તેના વિરૂધ્ધમાં એસ.ઓ.જી. શાખાના પોલીસ કોન્સ. સોહિલભાઇ ચોકીયાએ આર્મ્સ એક્ટ હેઠળ ફરિયાદ આપી ભરતનગર પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજીસ્ટર કરાવેલ અને આ કામની આગળની તપાસ એસ.ઓ.જી. પોલીસ ચલાવી રહી છે.
આ કામગીરીમાં એસ.ઓ.જી. શાખાના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ.ડી.ડી,.પરમાર તથા હેડ કોન્સ. યોગેન્દ્રસિંહ ગોહિલ, બલવિરસિંહ જાડેજા પોલીસ કોન્સ. સોહિલભાઇ ચોકિયા, લગ્ધીરસિંહ ઝાલા જીતેન્દ્રસિંહ જાડેજા, હરેશભાઇ ઉલવા વિગેરે જોડાયા હતા.