ગરબા સ્પર્ધામાં ઢસા હાઈસ્કુલ રાજ્યકક્ષાએ પ્રથમ ક્રમે વિજેતા

1116

ગરબા સ્પર્ધામાં રાજ્યકક્ષાએ આર.જે.એચ. હાઈસ્કુલ ઢસા જંક્શન પ્રથમ ક્રમે ઉચ્ચ શિક્ષણ વિભાગ ગુજરાત સરકાર આયોજિત એન.એસ.એસ દિવસ ઉજવણી કાર્યક્રમમાં ૨૨ થી ૨૪ સપ્ટેમ્બર દરમિયાન ગુજરાત યુનિવર્સિટીઓ અમદાવાદ ખાતે યોજવામાં આવ્યો હતો. જેમાં રાજ્ય ની તમામ યુનિવર્સિટીઓ તથા એન.એસ.એસ ની પ્રવૃત્તિ કરતી રાજ્યની શાળાઓએ ભાગ લીધો હતો. આ ઉજવણી નિમિત્તે યોજાયેલ ગરબા સ્પર્ધામાં બોટાદ જીલ્લાની આર.જે.એસ. હાઈસ્કૂલ ઢસા જંકશનના સ્વયંસેવકોએ રાજ્યની તમામ યુનિવર્સિટી અને શાળાઓને હરાવીને પ્રથમ કમ પ્રાપ્ત કર્યો હતો. આ સ્પર્ધામાં સિંધવ અમિષા, કુકડીયા ધવી, ખીચડીયા નિરાલી, જોધાણી ઉર્વશા, પડ્યા મોનાલી, સિંધવ ભુમીકા, વઢેળ આશા, વઢેળ રિપલ, પોલાસ શ્રુતિ, ભટ્ટ અંજલીએ ભાગ લીધો હતો.  જીલ્લા તથા રાજ્યના અધિકારીઓ શાળાના વહીવટદાર, આચાર્ય જી.બી.હેરમા તથા શાળા પરિવારે વિજેતા તમામ બહેનોને તથા એન.એસ.એસ.પ્રોગ્રામ ઓફિસર આર.બી.હેરમા અને બી.ડી.સાકરીયા તથા ટીમ મેનેજર વી.એ.પાનસુરયાઓને શુભેચ્છા પાઠવેલ.

છેલ્લા વર્ષોમાં આર.જે.એચ. હાઈસ્કૂલ ઢસા જંકશન દ્વારા બોટાદ જીલ્લાનું નામ રાજ્યકક્ષાએ રોશન કરવામાં આવ્યું છે તે બદલ જીલ્લાના અધિકારીઓ તથા તાલુકા અધિકારીઓ ગામના આગેવાનો, વેપારીઓ, રાજકિય આગેવાનો દ્વારા આર.જે.એસ હાઈસ્કૂલના આચાર્ય તથા સ્ટાફને અભિનંદન પાઠવ્યા હતા.

Previous articleરાજુલા-જાફરાબાદમાંથી પોલીસે ઝડપેલ દારૂ-બિયર પર બુલડોઝર ફેરવાયુ
Next articleદામનગર ગાયત્રી મંદિરે નેત્રનિદાન કેમ્પ યોજાયો