રાષ્ટ્ર સેવા અને હિન્દુ સંસ્કૃતિના રખેવાળ માત્રને માત્ર વહીવંચા સમસ્ત બારોટ સમાજ છે પણ બારોટ સમાજે ભારતીય સંસ્કૃતિ, હિન્દુ સંસ્કૃતિને ટકાવવા પોતાના અનેક બલીદાનો તેના યજમાનો માટે ગાય માતા માટે અને રાષ્ટ્ર માટે માથાના બલીદાનો આપતા આવ્યા પણ બારોટ સમાજ પોતાના યજમાનો માટે પોતાના સમાજ માટે કાંઈ કર્યુ જ ન હોય જેમ કે દરેક સમાજની દરેક જિલ્લા-તાલુકામાં વાડીઓ તેના સંગઠનો દ્વારા બનેલ જોવા મળે છે ત્યારે બારોટ સમાજ પોતાનામાં પડેલ અહમના કારણે અન્ય સમાજ જેવી પ્રગતિ કરી શક્યો નથી ત્યારે હવે ર૧મી સદી તરફ આંખો ખોલતા પ્રથમ સંગઠનની જરૂર જણાતા પ્રથમ વાડી બોર્ડીંગ જુનાગઢ ખાતે વર્ષો પહેલા બનેલ ત્યારબાદ રાજકોટ, મહુવા અને સાવરકુંડલા ખાતે વહીવંચા બારોટ સમાજની વાડીઓ સંગઠનની થયેલ જે સમસ્ત બારોટ સમાજે અખિલ ભારતીય વંશાવલી સંસ્થાએ દેશના ૧૧ રાજ્યોમાં રાષ્ટ્રીય સંસ્થા કાર્યરત બનાવી તાલુકા-જિલ્લામાં વંશાવલી સંસ્થાની કારોબારીઓ બનવા લાગી અને સ્થાનિક સંગઠનોને કોઈપણ તેના વહિવટમાં ટચ ન થવું અને રાષ્ટ્રીય સંગઠન મજબુત બનાવી પ્રદેશ ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર સુધી વહીવંચા બારોટ સમાજની નોંધ લેવાય છે તે વંશાવલી પ્રદેશ પ્રમુખ શંભુજી રાવ, રાષ્ટ્રીય અધ્યક્ષ પરમેશ્વરજી, સતીષભાઈ બારોટ, હિતેશભાઈ બારોટ, રાજુલા બારોટ સમાજ તેમજ સૌરાષ્ટ્રના ૧૩ જિલ્લાની જવાબદારી સોંપાઈ તેવા અમરૂભાઈ બારોટ અને કનકભાઈ બારોટ રાજકોટ દ્વારા સાવરકુંડલા વહીવંચા બારોટ સમાજની કમિટીના પ્રમુખ નટુભાઈ બારોટ, નંદાભાઈ બારોટ, પ્રવિણનાથજી (બારોટબાપુ) સહિત સ્થાનિક કમિટીના તમામ હોદ્દેદારોને આવું સરસ બારોટ સમાજના ઉત્કર્ષ માટેનું સ્થળ વહીવંચા બારોટ સમાજ વાડી બાબતે શુભેચ્છા પાઠવી હતી.