આધારથી વર્ષે ૯૦ હજાર કરોડ બચી ગયા : જેટલી

814

સુપ્રીમ કોર્ટ દ્વારા આધારની કાયદેસરતાને જાળવી રાખવાના સંદર્ભમાં ચુકાદો આવ્યા બાદ કેન્દ્ર સરકારે આનું સ્વાગત કર્યું છે અને કહ્યું છે કે, આ ચુકાદો ઐતિહાસિક છે. કેન્દ્ર સરકારે કહ્યું છે કે, કોર્ટે ટેકનિકના મહત્વને જાળવી રાખીને સ્પષ્ટ કર્યું છે કે, તેના વિરોધીઓ દ્વારા વિરોધ કરવાની બાબત યોગ્ય નથી. સરકારે કહ્યું છે કે, આધારના કારણે દેશના ૯૦ હજાર કરોડ રૂપિયા બચી ગયા છે. કોંગ્રેસ ઉપર પ્રહાર કરતા તેમણે કહ્યું હતું કે, આ યોજનાને લાવનાર લોકોને આ અંગે માહિતી જ ન હતી કે, આમા આગળ શું કરવું છે. જેટલીએ કહ્યું હતું કે, આ નિર્ણય ખુબ જ ઐતિહાસિક છે. જ્યુડિશિયલ રિવ્યુ બાદ આનો સ્વીકાર કરતા કહેવામાં આવ્યું છે કે, આધારની બંધારણીય કાયદેસરતા યોગ્ય છે. જેટલીએ કહ્યું હતું કે, આજે દેશના ૧૨૨ કરોડ લોકોની પાસે આધાર કાર્ડ છે. આના કારણે દેશના ૯૦૦૦૦ કરોડ રૂપિયા બચી ગયા છે. કોઇપણ સરકારી યોજનામાં બનાવટી અને ડુપ્લીકેટ લોકો સામે જ થઇ શકે નહીં. કોંગ્રેસ ઉપર પ્રહાર કરતા જેટલીએ કહ્યું હતું કે, કોંગ્રેસ આ ચુકાદાને લઇને ચિંતિત છે.

કોંગ્રેસ ચોક્કસપણે આ આઇડિયાને લઇને આવી હતી પરંતુ તેને આગળ શું કરવું તે અંગે માહિતી ન હતી. કોંગ્રેસ આધારને લઇને આજ કારણસર વિરોધ કરી રહી હતી. કોંગ્રેસી નેતા અને વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલ દ્વારા ખાનગી કંપનીઓને શેયર કરવામાં આવતા આધાર ડેટાની અંગતતા ઉપર ઉઠાવવામાં પ્રશ્નોના જવાબમાં જેટલીએ કહ્યું હતું કે, તેમની પાસે સિબ્બલની રાજકીય ઇચ્છાના પ્રશ્નના જવાબ નથી. આધાર ડેટા બિલકુલ સુરક્ષિત છે. આધાર ટેકનિકને આગળ વધવારની યોજના છે. ટેકનિકનો ઉપયોગ હવે કરવામાં નહીં આવે તો સમસ્યા ઉભી થશે. સુપ્રીમ કોર્ટે આધારના નાણાંકીય બિલને લઇને પણ યોગ્ય ગણાવીને આની પ્રશંસા કરી છે. કેટલાક લોકોનું કામ વિરોધ કરવાનું છે. સરકાર ગવર્નન્સ માટે સારા વિચાર લઇને આવી રહ્યું છે. આનાથી લોકોને લાભ મળતા રહેશે. નાણામંત્રીએ આધાર માટે નંદન નિલકાની અને અજય ભૂષણની પ્રશંસા કરતા કહ્યું હતું કે, આ બંનેના પ્રયાસથી આધાર પ્રક્રિયા આગળ વધી છે. કાનૂન મંત્રી રવિશંકર પ્રસાદે કહ્યું હતું કે, ૪-૧ની બહુમતિથી આ ચુકાદો આવ્યો છે. આ ચુકાદો ઓફ મુવમેન્ટ  છે. આધાર કાર્ડને લઇને ક્રેડિટ લેવાની શરૂઆત થઇ છે.  કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ આ ચુકાદાનું સ્વાગત કર્યું છે અને કહ્યું છે કે, કોંગ્રેસ માટે આધાર સશક્તિકરણના સાધન તરીકે છે. ભાજપ માટે અત્યાચાર અને બાઝનજર રાખવાના હથિયાર તરીકે છે. કોંગ્રેસના ટિ્‌વટર હેન્ડલથી મોદી સરકાર પર પ્રહાર કરવામાં આવ્યા છે. મોદી સરકાર દ્વારા ખાનગી ડેટા ગેરકાયદેરીતે વહેંચવા પર પ્રતિબંધ મુકવાના સુપ્રીમના ચુકાદાનું તેઓ સ્વાગત કરે છે. આધારને લઇને લડાઈ હાલ જારી રહે તેવી શક્યતા છે.

Previous articleડ્યુટીમાં વધારો : એસી, ફ્રીજ અને વોશિંગ મશીન વધુ મોંઘા
Next articleદિલ્હીઃ બિલ્ડીંગ ધરાશાયી, એક મહિલા અને ૪ બાળકોના મોત