કલમ 497 રદ, વ્યભિચાર હવે અપરાધ નથી

1180

સુપ્રીમ કોર્ટે આજે વ્યભિચાર એટલે કે એડલ્ટરી (કલમ 497) પર દંડાત્મક કાર્યવાહીની બંધારણીય માન્યતાને પડકારનારી અરજીઓ પર ચુકાદો આપ્યો. કોર્ટે એડલ્ટરીને અપરાધ ગણવાનો ઈન્કાર કરી દીધો. મુખ્ય ન્યાયાધીશ દીપક મિશ્રાની અધ્યક્ષતાવાળી પાંચ જજોની બંધારણીય પેનલે આઈપીસીની કલમ 497ની બંધારણીય માન્યતાને પડકારનારી અરજી પર ચુકાદો સંભળાવ્યો. આઈપીસીની કલમ 497ને અપરાધના દાયરામાંથી બહાર કરવાનો આદેશ આપ્યો છે. ચીફ જસ્ટિસ અને જસ્ટિસ ખાનવિલકરે પોતાના ચુકાદામાં કહ્યું કે એડલ્ટરી તલાકનો આધાર હોઈ શકે છે પરંતુ તે અપરાધ નહીં ગણાય. પેનલના મોટાભાગના જજોએ એડલ્ટરીને અપરાધ શ્રેણીમાં ન રાખવાનો મત રજુ કર્યો છે. બંધારણીય પેનલે કહ્યું કે ચીન, જાપાન અને બ્રાઝીલમાં વ્યભિચાર અપરાધ નથી. વ્યભિચાર અપરાધ નથી પરંતુ તલાકનો આધાર હોઈ શકે છે.

વ્યભિચાર પર ચુકાદો સંભળાવતા ચીફ જસ્ટિસ દીપક મિશ્રાએ કહ્યું કે બંધારણની સુંદરતા જ એ છે કે તેમાં હું, મારા અને તમે એમ બધા સામેલ છે. સુપ્રીમ કોર્ટે પોતાના ચુકાદામાં એમ પણ કહ્યું કે એડલ્ટરી અપરાધ નથી પરંતુ જો પત્ની પોતાના લાઈફ પાર્ટનરના વ્યભિચારના કારણે આત્મહત્યા કરે તો પુરાવા રજુ થયા  બાદ તેમાં આત્મહત્યા માટે ઉક્સાવવાનો કેસ ચાલી શકે છે. તેમણે કહ્યું કે પતિ એ પત્નીનો માલિક નથી. મહિલાની ગરિમા સૌથી ઉપર છે. મહિલાના સન્માન વિરુદ્ધ આચરણ ખોટું છે. મહિલા અને પુરુષોના અધિકાર સરખા છે. જ્યારે ત્રીજા જજ જસ્ટિસ રોહિંટન ફલી નરીમને પણ આ કાયદાનો ખોટો ગણાવ્યો હતો. આમ બહુમતીથી આ કલમ 497ને રદ કરી નાખવામાં આવી છે.

Previous articleવિમાનમાં શ્વાસ લેવામાં તકલીફ પડતા ૧૧ મહિનાનાં બાળકનું મોત
Next article29 ઓક્ટોબરથી શરૂ થશે રામ મંદિર કેસની સુનાવણી