ઓસ્ટ્રેલિયાએ પ્રથમવાર બે વાઈસ કેપ્ટન બનાવાયા : એમ.માર્શ, જોશ હેઝલવુડ

1359

ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમમાં એક અનોખો પ્રયોગ કરવામાં આવ્યો છે. ઓસ્ટ્રેલિયાએ પહેલીવાર પોતાની ટેસ્ટ ટીમમાં બે ખેલાડીઓને ઓલરાઉન્ડર મિશેલ માર્શ અને ફાસ્ટ બૉલર જોશ હેઝલવુડને ઉપ-કેપ્ટન બનાવવામાં આવ્યા છે.

ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ કહ્યું કે, આ બન્નેને ટીમના સભ્યોના મતદાનથી કેપ્ટન ટિમ પેનના સહાયક તરીકે પસંદ કરવામાં આવ્યા છે, જોકે આના પર અંતિમ નિર્ણય સિલેક્શન પેનલ લેશે, જેમાં કૉચ જસ્ટિન લેન્ગર અને સિલેક્ટર્સ ટ્રેવર હોન્સ સામેલ છે.

હોન્સે પહેલીવાર એકથી વધુ ઉપ-કેપ્ટન નિયુક્ત કરવાના નિર્ણય વિશે કહ્યું કે, ‘અમારુ માનવું છે કે નેતૃત્વના આ મૉડલથી કેપ્ટનને સર્વશ્રેષ્ઠ મદદ મળશે. આ એક સક્સેસ મૉડલ છે, જેન આખી દુનિયાની રમતોમાં ઉપયોગમાં લેવાય છે.’

વધુમાં કહ્યું કે, અમારો ઉદેશ્ય બેસ્ટ ક્રિકેટરો અને સારા માણસો તૈયાર કરવાનુ છે અને અમે ખુબ નસીબદાર છીએ કે અમારી પાસે આટલા યુવા ખેલાડીઓ છે.

૨૬ વર્ષીય પેન પાકિસ્તાન વિરુદ્ધ ૭ ઓક્ટોબરથી દુબઇમાં રમાનારી બે ટેસ્ટ મેચોની સીરીઝ દરમિયાન ઉપ-કેપ્ટનની ભૂમિકા નિભાવશે, કેમકે ૨૭ વર્ષીય હેઝલવુડ ઇજાગ્રસ્ત હોવાના કારણે આ સીરીઝમાં નથી રમી શકવાનો.

Previous articleપ્રેમ કુમાર ફિલ્મ્‌સની પ્રથમ મુવી લતીફ ટુ લાદેનનું ટ્રેલર મુંબઈમાં
Next articleભારત-બાંગ્લા વચ્ચે એશિયા કપ ફાઇનલ  જંગ