ચ-માર્ગ પાસે ગાર્ડનિંગ, બે માસમાં રોનક બદલાશે

1365

ગાંધીનગરનાં રાજમાર્ગો સમા ચ-માર્ગ તથા ઘ-માર્ગને રંગીન બનાવવા માટે વન વિભાગ દ્વારા કમર કસવામાં આવી છે અને બંને માર્ગોની આસપાસની વન વિભાગની ઝાડીઓ સાફ કરીને સુંદર ગાર્ડનીંગ કરવામાં આવી રહ્યુ છે. જેમાં ચ માર્ગ પર પીળા ફુલો આપતા ફુલછોડ તથા ઘ માર્ગ પર કેસરી ફુલો આપતા છોડ લગાવવામાં આવી રહ્યા છે. વાઇબ્રન્ટ સમિટને જોડતા આ બંને માર્ગો પણ આગામી દિવસોમાં કલરફુલ અને વાઇબ્રન્ટ બની જશે. જાન્યુઆરી માં યોજાનાર વાઇબ્રન્ટ સમિટ પહેલા કામગીરી પુર્ણ કરી દેવાય તેવી શકયતા છે.

પાટનગરની મધ્યમાંથી પસાર થતા ઘ માર્ગ શહેરનાં હાર્દ સમાન છે જયારે જ માર્ગ સચિવાલય, સ્વર્ણીમ પાર્ક વચ્ચેથી પસાર થાય છે અને દેશ વિદેશનાં મહાનુભવો-મહેમાનોની આ માર્ગ પર આવ-જા રહે છે. ત્યારે બંને માર્ગોનાં બ્યુટી ફિકેશન માટે વન વિભાગે કામગીરી આદરી દીધી છે. પ્રાથમિક તબક્કે બંને માર્ગોની આસપાસનાં વૃક્ષોનું ટ્રીમીંગ કર્યા બાદ પ્રુનીંગની કરીને એક જ સરખા આકારનાં બનાવવામાં આવશે. જયારે ઝાડીઓથી છવાયેલી રહેતી ખાલી જગ્યામાં નાના નાના ગાર્ડન બનાવાઇ રહ્યા છે. જિલ્લા વન અધિકારી અતુલભાઇ અમીનનાં જણાવ્યા અનુંસાર બંને માર્ગોની આસપાસનાં વન વિસ્તારનાં પટ્ટામાં દર ૫૦ મીટરનાં અંતરે ૫ મીટરનાં પટ્ટામાં ૪-૪ લાઇનમાં ફુલછોડ રોપવામાં આવી રહ્યા છે. જયારે વચ્ચેનાં પટ્ટામાં લોન લગાવવામાં આવશે.

કલર કોડીંગ પ્રમાણે બંને માર્ગોનાં બ્યુટીફિકેશન માટે ચ-માર્ગ પરની બંને સાઇડો પર પીળા ફુલવાળા છોડ તથા ઘ માર્ગ પર કેસરી ફુલ આવતા છોડ લગાવવામાં આવી રહ્યા છે. આ બંને માર્ગોને પ્રાથમિક તબક્કે તૈયાર કર્યા બાદ નયનરમ્ય નજારો જોવા મળશે.

ડીએફએ અતુલભાઇનાં જણાવ્યાનુંસાર ઘ તથા ચ માર્ગ પર મળીને કુલ ૧ લાખ જેટલા ફુલછોડ રોપવામાં આવશે. જયાં ફેન્સીંગ તુટી ગઇ છે તેમનો યોગ્ય કરાશે અને જે ખાડા ખાલી પડી ગયા હશે તેમાં પણ રોપણી કરાશે. આ ગાર્ડનીંગનાં ઉછેર તથા કાળજી માટે પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવશે.

Previous articleસે. ર૪ માં મનપા દ્વારા ફરી દબાણ કાર્યવાહી શરૂ
Next articleરામાનંદી સાધુ સમાજ દ્વારા પ્રદર્શન અને આવેદન