ગણેશોત્સવનો આજે દસમો દિવસ પૂર્ણ થયો છે. આવતીકાલે ઉત્સવનો અંતિમ દિવસ હોય શહેર-જિલ્લામાં ભાવિક ભક્તો દુંદાળા દેવની ભક્તિમાં ઓતપ્રોત બન્યા છે. શહેરના પ્રેસ રોડ પર આવેલ પોપટનગર સ્થિત બાબા હરિ બી ક્રિકેટ ટીમ દ્વારા આયોજીત ગણેશોત્સવનું આજે વિસર્જન યોજાશે. સાંઈબાબા મંદિર સ્થિત ગણેશોત્સવનું પાંચ તારીખે, ચંદ્રેશ્વર મહાદેવ સર પટ્ટણી રોડ પર રેલ્વે થીમ પર બનાવેલ ગણેશોત્સવ લોક આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. મહિલા કોલેજ સર્કલ ગૃપ મહિલા કોલેજ ખાતે તા.૪ના રોજ વિસર્જન, સરીતા સોસાયટી સ્થિત સરીતા કા રાજા તથા વડવા પાદર દેવકી યુવક મિત્ર મંડળ વડવા દ્વારા યોજાયેલ ગણપતિ ઉત્સવનું સમાપન તા.૪-૯ના રોજ યોજાશે.