રાજકોટના રાજવી અને દાદા તરીકેનું ઉપનામ ધરાવતા મનોહરસિંહજી જાડેજાનું ૮૩ વર્ષની જૈફ વયે નિધન થયું છે. આજે ગુરૂવારે તેમની તબિયત અચાનક લથડી હતી. જો કે પરિવારના તમામ સભ્યો હોસ્પિટલમાં હાજર હતા. આવતીકાલે સવારે ૮ થી ૧૦ વાગ્યા સુધી મનોહરસિંહ દાદાના પાર્થિવ દેહને દર્શન માટે રાખવામાં આવશે. ૧૦ વાગ્યા બાદ પાલખી યાત્રા નીકળશે બાદમાં અંતિમ સંસ્કાર કરવામાં આવશે. મનોહરસિંહજી પ્રદ્યુમનસિંહ જાડેજાનો જન્મ ૧૮ નવેમ્બર ૧૯૩૫ના રોજ રાજકોટના રણજીત વિલાસ પેલેસ ખાતે થયો હતો. મનોહરસિંહજીને લોકો ’દાદા’ના હુલામણા નામથી ઓળખે છે. મનોહરસિંહજી દાદા એ રાજકોટના યાજ્ઞિક રોડ પર આવેલી રાજકુમાર કોલેજની અંદર અભ્યાસ કર્યો છે. દાદાના લગ્ન ૧૯૪૯ ની સાલમાં માનકુમારી દેવી સાથે થયા હતા.