બીબીએ કોલેજ દ્વારા “બર્ન યોર કેલરી બટ નોટ ફ્યુઅલ” સંદર્ભે સોશિયલ પ્રોજેક્ટ કરવામાં આવ્યો

1204

કડી સર્વ વિશ્વવિદ્યાલયની બીબીએ કોલેજ દ્વારા સોશિયલ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો. આ પ્રોજેક્ટનો મુખ્ય હેતુ પેટ્રોલ તેમજ ડીઝલનો વપરાશ ઘટાડવો, વાતાવરણમાં સુધારો લાવવો તેમજ વિદ્યાર્થીઓના તંદુરસ્ત આરોગ્ય કેળવવું વગેરે હતો.પ્રોજેક્ટના મુખ્ય હેતુઓને ધ્યાનમાં રાખી કોલેજના આશરે ૧૫૦ જેટલા વિદ્યાર્થીઓ આજે સાઈકલ લઈને કોલેજ આવ્યા હતા. કોલેજના તૃતીય વર્ષમાં ભણતા વિદ્યાર્થીઓ દ્વારા આ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો હતો.

આ પ્રસંગે “બર્ન યોર કેલરી બટ નોટ ફ્યુઅલ” વિષયલક્ષી નિષ્ણાંત વ્યક્તવ્ય પણ નું આયોજન કરવામાં આવ્યું હતું. આ વ્યક્તવ્યના પ્રસંગે કોલેજ ના આચાર્ય ડૉ. રમાકાન્ત પૃષ્ટિએ મહેમાનોને આવકાર્ય હતા તેમજ વિદ્યાર્થીઓને સાયકલીંગ કરવાના આરોગ્યલક્ષી ફાયદાઓ વિશેની જીણવટ ભરી ચર્ચા કરી હતી તેમજ પ્રોજેક્ટ વિષે વિદ્યાર્થીઓમાં જાગૃતતા ઉભી કરી હતી. પ્રસંગના મુખ્ય અતિથી તરીકે પધારેલા “નિસર્ગ કોમ્યુનિટી સાયન્સ સેન્ટર” ના ટ્રસ્ટી તેમજ સમાજ સેવક ડૉ. અનિલભાઈ પટેલ એ વિદ્યાર્થીઓને સંબોધતા કહ્યું હતું કે “દરેક વિદ્યાર્થીઓએ સાયકલીંગની આદત કેળવવી જોઈએ તેમજ દરેક વ્યક્તિને તંદુરસ્ત આરોગ્ય માટે કેટલા પ્રમાણમાં શરીરમાં કેલરીની જરૂર છે તેમજ વધારાની કેલરી કેવી રીતે ઘટાડી શકાય છે” તે ઊંડાણ પૂર્વક વિષયલક્ષી માર્ગદર્શન આપેલ હતું. તેઓએ સફળ વ્યક્તિઓના દ્રષ્ટાંતો લઈને વિદ્યાર્થીઓને આરોગ્ય, પર્યાવરણ અને ફ્યુઅલનો બચાવ કેવી રીતે કરવો તેમજ સમગ્ર દેશની અસ્મિતાને અખંડિત રાખવી તેની ભલામણ કરી હતી.

કાર્યક્રમના બીજા વ્યક્તા ડૉ. રાહુલ કે જેઓ સ્વર્ણિમ ગુજરાત યુનીવર્સીટીમાં પ્રાધ્યાપક તરીકે સેવા બજાવી રહ્યા છે તેમજ કબડ્ડી કોચ છે તેમજ કબડ્ડી રમતના નેસનલ પ્લેયર રહી ચુક્યા છે તેમણે સારી તંદુરસ્તી માટે સમતોલ કેલરી જાળવવા અંગેનું માર્ગદર્શન આપ્યું હતું. કાર્યક્રમના ત્રીજા વ્યક્તા જયદેવ દેસાઈ કે જેઓ પણ સ્વર્ણિમ ગુજરાત યુનીવર્સીટી ના પ્રાધ્યાપક તરીકે ની ફરજ બજાવે છે તેમજ વોલીબોલ ગેમમાટે નેશનલ પ્લેયર તરીકેની નામના મેળવી છે તેમણે પણ વિદ્યાર્થીઓ ને પ્રોત્શાહિત કરતા જણાવ્યું હતું કે “સાયકલ લઈને આવવું એ ક્ષોભ ની વસ્તુ નથી પરંતુ આપના શરીરનો એક મોભો છે કે આપણે આપણી તંદુરસ્તી માટે જાગૃત્ત છીએ.

આ પ્રસંગે કોલેજના ટ્રેઈનીંગ અને પ્લેસમેન્ટ સેલના હેડ ડો. જયેશ તન્ના તેમણે જણાવ્યું હતું કે સાયકલ લઈને શરમ-સંકોચ વિના કોલેજ આવવું એનો ટ્રેન્ડ આ કોલેજ શરુ કરી રહી છે. તેઓએ ઉપસ્થિત તમામને આ કોલેજના તૃતીય વર્ષના વિદ્યાર્થીઓ દ્વારા પેટ્રોલ અને ડીઝલના વપરાશ ઉપર થયેલા સંશોધનનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે આજરોજ ૧૫૦ જેટલા વિદ્યાર્થીઓ જયારે સાયકલ લઈને આવ્યા ત્યારે તેઓએ વિદ્યાર્થી દીઠ ૦.૩૦ લીટર પેટ્રોલ નો બચાવ કોલેજ આવવામાં કર્યો. આમ, ૧૫૦ વિદ્યાર્થીઓએ મળીને ૪૫ લીટર પેટ્રોલ બચાવ્યુ અને જેનો અંદાજીત ખર્ચ  ઇજ.૩,૬૯૦/- જેટલો થાય. આ ઉદાહરણ દ્વારા તેઓએ કહ્યું કે ગાંધીનગર સ્થિત દરેક સ્કુલ-કોલેજ ના વિદ્યાર્થીઓ તેમજ શહેર ના નોકરિયાતો સાયકલ લઈને જવાનો અભિગમ કેળવે તો રોજનું કેટલું પેટ્રોલ બચે અને પર્યાવરણ તેમજ આરોગ્ય ક્ષેત્રે પ્રગતિ થાય તેનું ધ્યાન દોર્યું હતું. આજ પ્રયોગ ફરી કોલેજ દ્વારા વિશાળ કક્ષાએ હાથ ધરીને નેશનલ લેવલ સુધી જાગૃતિ કેળવવા આહ્વાહન કર્યું હતું.

Previous articleકલોલમાં ગેરકાયદેસર દબાણો તોડવા વેપારીઓનુ મામલતદારને આવેદન
Next articleમનપા દ્વારા સંત રોહીદાસ મંદિર ખાતે સેવાસેતુ કાર્યક્રમ યોજાયો