પાસ નેતા નરેન્દ્ર પટેલે વરુણ પટેલ પર આરોપ મૂકતા ભાજપ તરફથી એક કરોડ રૂપિયાની ઓફર થઈ હોવાનું અને તે પૈકી ૧૦ લાખ રોકડ આપ્યા હોવાનો દાવો કર્યો હતો. આ મામલે ભાંડાફોડ રપવાથી પોતાને જાતનું જોખમ હોવાની વાત કરી હતી. આ મામલે ગુજરાત હાઈકોર્ટમાં થયેલી એક અરજીની સુનાવણી ૨૧મી નવેમ્બરે હાથ ધરવામાં આવશે.
નરેન્દ્ર પટેલે ભાજપના નેતા પર રૂ.૧૦ લાખ આપ્યાના આરોપ અંગે ગુજરાત હાઈકોર્ટે વધું પુરાવા રજૂ કરવા જણાવ્યું છે. સાક્ષીએ આ અંગે વિગત રજૂ કરી હતી. આ મામલે નરેન્દ્ર પટેલે પોતાની જાસૂસી થતી હોવાનો પણ આરોપ લગાવ્યો હતો. ભાજપના નેતા ઋત્વિજ પટેલ અને વરુણ પટેલ પર આરોપો કર્યાં હતા. કોર્ટે ક્યાં સંજોગોમાં નાણાં આપ્યા તે જણાવવા તાકિદ કરી હતી. નરેન્દ્ર પટેલે સાર્થક પટેલને કોર્ટમાં સાક્ષી તરીકે રજૂ કર્યા. ઉલ્લેખનિય છે કે પાસ નેતા નરેન્દ્ર પટેલે પોતાની પાસે પૂરતા પુરાવા હોવાનું પણ જણાવ્યું હતું.