દામનગર નગરપાલિકાના પ્રમુખ તરીકે ગોબરભાઈ નારોલા ચૂંટાયા

831

દામનગર એનસીપીની ૧૮ અને ભાજપની ૬ બેઠકો ધરાવતી ડ વર્ગની નગરપાલિકામાં અઢી વર્ષની ટર્મ માટે ચૂંટણીમાં પ્રમુખ ગોબરભાઈ નારોલા, ઉપપ્રમુખ હરેશભાઈ પરમાર ચૂંટાઈ આવ્યા હતા. દામનગરની ડ વર્ગ ધરાવતી ૬ વોર્ડની ર૪ બેઠકોવાળી ન.પા.માં અઢી વર્ષ એસસી પ્રમુખની ટર્મ પૂર્ણ થતા અઢી વર્ષ જનરલ બેઠકના પ્રમુખ માટેની ચૂંટણી યોજાઈ હતી. એનસીપીના ૧૮ તરફથી ગોબરભાઈ નારોલાએ પ્રમુખ પદ માટે ઉમેદવારી કરી હતી.

ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને વહિવટી તંત્રની હાજરી આ સેવા સદન કચેરી દામનગર ખાતે નગરપાલિકાના પ્રમુખ પદની ચૂંટણીમાં ૬ સભ્ય ધરાવતી પાર્ટી ભાજપ તરફથી કિશોરભાઈ ભટ્ટે દાવો કરેલ. ર૪ સભ્યોમાંથી ર૩ સભ્ય હાજર રહ્યાં હતા. એનસીપીના ગોબરભાઈ નારોલાને પ્રમુખ અને ઉપપ્રમુખ પદે હરેશભાઈ પરમારને વિજેતા જાહેર કરતા જ ખૂબ મોટીસંખ્યામાં સમર્થકો દ્વારા આતશબાજી અને ઢોલ નગારા સાથે ભવ્ય સામૈયા સાથે ગોબરભાઈનું સ્વાગત કરાયું હતું. પરિચિતો દ્વારા શુભેચ્છા માટે ભારે ભીડ એકઠી થઈ હતી. આ તકે નગરપાલિકા કચેરી ખાતે ખૂબ મોટીસંખ્યામાં નવનિયુક્ત પ્રમુખ-ઉપપ્રમુખને શુભેચ્છા પાઠવવા અનેકો અગ્રણીઓ લાઠી તાલુકા પંચાયત પ્રમુખ જનકભાઈ તળાવીયા, દામનગર માર્કેટ યાર્ડના ભગવાનભાઈ નારોલા, જિલ્લા પંચાયત સદસ્ય મયુરભાઈ આસોદરિયા, ભાવેશભાઈ ખખખર, રણછોડભાઈ બોખા, કરમશીભાઈ કાસોદરિયા, અમરશીભાઈ પરમાર, નિવૃત્ત ત.ક. મંત્રી પ્રભાતસિંહ ગોહિલ સહિત અનેકો અગ્રણીઓ નવનિયુક્ત હોદ્દેદારોને શુભેચ્છા પાઠવી હતી.

Previous articleબરવાળાની ઝબુબા હાઈ.ના વિદ્યાર્થીના હાથમાં સળીયો ઘુસી જતા ગંભીર ઈજા
Next articleગોવા આર્ટ ગેલેરી ખાતે ગુજરાતના કલાકારોને ઉપરાષ્ટ્રપતિએ બિરદાવ્યા