આનંદનગર ખાતે સેવા સેતુમાં ૯૮૦ અરજીનો નિકાલ કરાયો

903

રાજ્ય સરકાર દ્વારા સરકારી વહિવટમાં કાર્યક્ષમતા, પારદર્શકતા, સંવેદનશીલતા વધે તથા જવાબદારીપણાની ભાવના સાથે પ્રજાભિમુખ વહિવટનો લાભ જાહેર જનતાને મળે તે માટે સતત પ્રયત્નો હાથ ધરવામાં આવેલ છે. તે અંતર્ગત ભાવનગર મહાપાલિકા દ્વારા આજરોજ મહાપાલિકા વિસ્તારનો ચોથા તબક્કાનો પાંચમો સેવા સેતુ કાર્યક્રમ ભાવનગર (પૂર્વ) વિધાનસભા વિસ્તારમાં ઉત્તર કૃષ્ણનગર વોર્ડ, શાળા નં.૧૪/૧પ, જલારામબાપા પ્રાથમિક શાળા, આનંદનગર ખાતે યોજાયેલ આ કાર્યક્રમમાં મેયર મનહરભાઈ મોરી, ચેરમેન યુવરાજસિંહ ગોહિલ, નિલેશભાઈ રાવલ, કોર્પોરેટર ભરતભાઈ બુધેલીયા, જીતેન્દ્રભાઈ સોલંકી, રામુબેન વાજાની ઉપસ્થિતિએ કાર્યક્રમને વધુ વેગવાન બનાવ્યો હતો. ગુમાસ્તા ધારા હેઠળના લાયસન્સ, આવકનો દાખલો, સોંગદનામુ, રેશનકાર્ડ, આધારકાર્ડ, માં અમૃતમ કાર્ડ, નિરાધાર વૃધ્ધ સહાય, આરોગ્યલક્ષી સેવાઓ વગેરે વિવિધ સેવાઓ સંબંધિત પ્રજાની વ્યક્તિલક્ષી રજૂઆતોનો સ્થળ પર જ નિકાલ કરવામાં આવેલ હતો. જેમાં આશરે ૯૮૦ લાભાર્થીઓએ લાભ લીધો હતો.

Previous articleભાવ. જિલ્લા જેલમાં પ્રાકૃતિક ચિકિત્સા તળે વકતવ્ય યોજાયું
Next articleવેસ્ટમાંથી બેસ્ટનું પ્રદર્શન