દવાના ઓનલાઈન વેચાણના વિરોધમાં આપવામાં આવેલ દેશવ્યાપી બંધના એલાનના પગલે વલભીપુર શહેર ખાતેની તમામ મેડીકલ સ્ટોલના વેપારીઓએ બંધ પાળેલ હતું. જેમાં વલભીપુર મેડીકલના એસોસીએશન તથા વેપારીઓએ મેડીકલ બંધ રાખી પોતાનો વિરોધ દર્શાવેલ હતો. સાથો સાથ વલભીપુર કેમિસ્ટોએ વલભીપુર મામલતદારને આવેદનપત્ર પણ પાઠવેલ હતું.