બોટાદ શહેરના ખોડિયારનગર વિસ્તારના રહીશો દ્વારા ઢોલ વગાડી આનંદ ઉત્સાહ સાથે ભર્યો નગરપાલિકાનો ૪ થી ૫ વર્ષ જૂનો ટેક્સ નવનિયુક્ત ચીફ ઓફિસર દ્વારા રહીશોને ટેક્સ ભરવા આપેલ માર્ગદર્શન અને પ્રાથમિક સુવિધા આપવાની ખાત્રી આપતા રહીશોએ ભર્યો બાકી ટેક્સ આગામી દિવસોમાં ૧૫ .૨૦ કરોડ જેટલી ટેકસની વસુલાતને લઈ નગરપાલિકા કરશે કડક કાર્યવાહી ટેક્સ ન ભરનાર રહીશો ની મિલકત જપ્તી સુધી ની કરાશે કામગીરી તેવું ચીફ ઓફિસર દ્વારા નિવેદન અપાયું હતું.
બોટાદ શહેરના આ દ્રશ્ય છે ખોડિયાર નગર ના અહીં નથી કોઈ લગ્ન કે અન્ય કોઈ પ્રસંગે તેમ છતાં શા માટે વગાડવા માં આવે છે આ ઢોલ આપને નવાઈ લાગશે કે આ બોટાદ નગરપાલિકા ખોડીયારનગર ૨ વિસ્તાર ના રહીશો છે જે આજે નગરપાલિકા નો ૪ થી ૫ વર્ષ જૂનો ટેક્સ ભરવા જઈ રહ્યા છે તેનો અનેરો આનંદ છે. આ નજારો કદાચ પ્રથમ વખત જોવા મળેલ છે કે રહીશો માં બાકી ટેક્સ ભરવા માટે આટલો બધો ઉત્સાહ અને ઉમંગ કે રહીશો ઢોલ ના તાલે નાચતા જોવા મળ્યા..નહીંતર મોટા ભાગે નગરપાલિકા કે મહાનગરપાલિકા દ્વારા ટેકક્ષ ની વસુલાત કરવા ઢોલ વગાડવા પડતા હોય છે. પણ બોટાદ નગરપાલિકા ના નવ નિયુક્ત ચીફ ઓફિસર પાંચાભાઈ માળી દ્વારા પછાત વિસ્તાર ના આ લોકો ને સમજાવી ટેક્ષ ભરવાનું મહત્વ અને જવાબદારી ની વાત કરતા તેમજ પ્રાથમિક સુવિધા પૂરી કરી આપવાની ખાતરી આપતા આજે ખોડિયાર નગર વિસ્તાર ના ૨૦૦ જેટલા રહીશો દ્વારા પોતાનો બાકી ટેક્ષ ભરવા નગરપાલિકા પર વાજતે ગાજતે પહોંચ્યા જ્યાં આજે રવિવાર ની રજા હોવા છતાં ટેક્ષ વિભાગ ચાલુ રાખી આવનાર રહીશો ને નાની બાળા ઓ ના હાથે ફુલહાર કરી કુમ કુમ તિલક કરી તેમનું સ્વાગત કરેલ . ત્યારે રહીશો દ્વારા પણ નવનિયુક્ત અધિકારી દ્વારા પોતાના વિસ્તાર ની પ્રાથમિક સુવિધા મળવાની આશા અને ટેક્ષ ભરવો પોતાની જવાબદારી હોય અન્ય લોકો ને પણ આજે ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું. આ બાબતે ચીફ ઓફિસર દ્વારા પણ જાણવેલ કે ખોડિયાર નગર ના રહીશો ને ટેક્ષ બાબતે આપેલ માર્ગદર્શન ને લઈ આજે લોકો ટેક્ષ ભરવા આવેલ જે અન્ય લોકો માટે ઉદાહરણ કહી શકાય ત્યારે નગર પાલિકા નો હજુ૧૫.૨૦ કરોડ જેટલો ટેક્ષ વસુલાત કરવાનો બાકી હોય આગામી દિવસો માં આ તમામ રહીશો ને જાણ કરી નોટિસ આપી જરૂર પડ્યે નળ તેમજ ગટર ના કનેકશન કાપી મિલકત જપ્તી કરી પણ બાકી નીકળતા ટેક્ષ ની વસુલાત કરશુ તેવું નિવેદન આપ્યું હતું.