ઘોઘારોડ પર મીનીબસ અને બાઈકનો અકસ્માત સર્જાયો

950

શહેરના ઘોઘા રોડ પર ફાતીમાં સ્કુલ પાસે બપોરના સમયે મીની બસ અને બાઈક વચ્ચે અકસ્માતનો બનાવ બનતા બાઈક ચાલકને ઈજાઓ થતાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો છે.

પ્રાપ્ત વિગત મુજબ શહેર નજીકના માલણકા ગામે રહેતા કાળુભાઈધીરૂભાઈ કંટારીયા (ઉ.વ.૧૯) પોતાનું મોટર સાયકલ નં જી.જે.૪ બી.બી. ર૬ર૦ લઈ ઘોઘા રોડ પરથી પસાર થતા હતા ત્યારે સામેથી આવી રહેલ પુનમ ટ્રાવેલ્સની મીની બસનં. જી.જે.૧૧ ટી.ટી. પપ૮ સાથે ધડાકાભેર અકસ્માત સર્જાતા બાઈક ચાલક કાળુભાઈને માથાના ભાગે ગંભીર ઈજાઓ થતાં સારવાર અર્થે સર.ટી. હોસ્પિટલ ખસેડાયા હતાં. બનાવ અંગે ઘોઘા રોડ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Previous articleનંદકુંવરબા કોલેજ ખાતે ગ્રુપ ડીસ્કશન કાર્યક્રમ યોજાયો
Next articleટ્રાફીક પોલીસ દ્વારા શહેરમાં લાયસન્સ ડ્રાઈવ : ૧પ૦૦ દંડાયા